ટાટા સ્ટીલ કંપની દ્વારા કર્મચારીઓ માટે મોટી જાહેરાત, કોરોનામાં મરનાર કર્મચારીના પરીવારને ૬૦ વર્ષ સુધી પગાર

ખુબ ‌જ જાણીતી, ટાટા સ્ટીલ કંપનીએ તેના કર્મચારીઓનાં હિતમાં ખુબજ મોટી જાહેરાત કરીને કર્મચારીઓ જ નહીં પણ સમગ્ર દેશનાં દિલ જીતી લીધા છે. કંપનીમાં કર્મચારીઓ કોરોના સંકટ વચ્ચે પણ સતત ફરજ બજાવી રહ્યા છે. આ દરમિયાન કર્મચારીઓનાં મોત પણ થયાં છે. આવી સ્થિતિમાં કંપનીએ કહ્યું છે કે, કર્મચારીના મૃત્યુ પછી પણ સેવાના 60 વર્ષ પૂર્ણ થાય ત્યાર સુધી પરિવારને સંપૂર્ણ પગાર આપવામાં આવશે. આ સાથે મકાન અને તબીબી સુવિધા પણ આપવામાં આવશે. તે ઉપરાંત કંપની બાળકોનાં શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવશે. પગાર ઉપરાંત કર્મચારીઓનાં પરિવારોને નિવાસ અને તબીબી સુવિધા પણ આપવામાં આવશે. તે ઉપરાંત ટાટા સ્ટીલ મેનેજમેન્ટે એવી પણ જાહેરાત કરી છે કે જો કંપની વર્કરનું ફરજ દરમિયાન મૃત્યુ થાય છે, તો કંપની મેનેજમેન્ટ ભારતમાં ભણતા તેમના બાળકોનાં ગ્રેજ્યુએશનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

ટાટા સ્ટીલ મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કંપની તેના કર્મચારીઓને સામાજિક સુરક્ષા હેઠળ મદદ કરવા માટે એક પહેલ કરી રહી છે, જેથી કંપનીમાં કાર્યરત દરેક કર્મચારીનું ભવિષ્ય વધુ સારૂ રહે. ટાટા મેનેજમેન્ટે કહ્યું છે કે જો કોઈ કર્મચારી કોરોનાને કારણે મૃત્યુ પામે છે, તો ટાટા સ્ટીલ 60 વર્ષ સુધી તેમના પરિવારજનોને સંપૂર્ણ વેતન ચૂકવશે. આમ આ કંપનીની આગમી અને મહત્વની પોલીસી કહી શકાય, કારણ કે કામ વગર પગાર ચુકવવો એ નાની વાત નથી જ.

Leave a Reply

%d bloggers like this: