‘તારક મહેતા’ની બબિતાજીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, તમામ FIR પર સ્ટે મૂક્યો

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ મુનમુન દત્તાએ પોતાના એક યુટ્યૂબ વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યા હતો. સો.મીડિયામાં યુઝર્સે FIR કરીને ધરપકડની માગણી કરી હતી. ત્યારબાદ મુનમુને માફી માગી હતી. તેણે પણ એમ જ કહ્યું હતું કે તેને શબ્દનો અર્થ ખબર નહોતી. જોકે, માફી માગવા છતાંય મુનમુન વિરુદ્ધ હરિયાણા સહિત દેશમાં ઘણી જગ્યાએ કેસ કરવામાં આવ્યો છે. હવે યુવિકા વિરુદ્ધ IPCની કલમ 153A હેઠળ કેસ કરીને ધરપકડની માગણી કરી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ મુનમુન દત્તાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમે મુનમુન વિરુદ્ધ દાખલ થયેલા તમામ કેસો પર સ્ટે મૂક્યો છે. મુનમુન વિરુદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કેસ કરવામાં આવ્યો હતો. મુનમુન દત્તાએ પોતાના એક વીડિયોમાં જાતિગત અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેના વિરુદ્ધ આ તમામ રાજ્યોમાં કેસ કરવામાં આવ્યો હતો. મુનમુન દત્તાએ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો. જોકે, વિરોધ શાંત ના થતાં મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં માફી માગતું નિવેદન જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : લવ જેહાદની વડોદરામાં પ્રથમ ફરિયાદ: મુસ્લિમ ધર્મ છુપાવી ક્રિશ્ચયન તરીકે ઓળખાણ આપી યુવતીને ફસાવી બળાત્કાર કર્યાની ફરીયાદ

મુનમુનની માફી માગતી પોસ્ટ : મુનમુને કહ્યું હતું, ‘આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. અહીં મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો ત્યારે મેં એ ભાગ એડિટ કરી દીધો છે.’ વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને એના માટે અફસોસ છે.

ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા પછી હવે યુવિકા ચૌધરીએ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરીને વિવાદ ઊભો કર્યો છે. હાલમાં જ યુવિકાએ એક વ્લોગ બનાવ્યો હતો, જેમાં તેણે જાતિસૂચક શબ્દ યુઝ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ સો.મીડિયામાં યુવિકા વિરુદ્ધ FIR કરવાની તથા ધરપકડની માગણી શરૂ થઈ હતી. સો.મીડિયામાં વિવાદ વધતા હવે યુવિકાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી હતી. પ્રિન્સ નરુલાની પત્ની યુવિકાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘હેલ્લો, મિત્રો, મારા વ્લોગમાં મેં જે શબ્દનો ઉપયોગ કર્યો હતો, મને તેનો અર્થ ખબર નહોતી. મારો ઈરાદો કોઈનું દિલ દુભાવવાનો નહોતો. હું કોઈને પણ દુઃખ પહોંચાડવા માટે આવું ક્યારેય કરી શકું નહીં. હું તમામની તથા દરેક વ્યક્તિની માફી માગું છું. મને આશા છે કે તમે મને સમજશો. લવ યુ ઓલ.’ તો યુવિકાના પતિ પ્રિન્સ નરુલાએ પણ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *