EAEM ની વધુ એક સફળતા તાપી જીલ્લામાં સંગઠન સાથે રહી ફરિયાદ કરનાર કલકમ કંપનીના પિડિત રોકાણકારો ને નાણા પરત મળ્યા.

કલકમ નામની કંપની એ અનેક પિડિતો ની મહેનત પરશેવા ની કમાણી ની બચત કરવી ખુલ્લી લુટ કરતા હોય તેમ છેતરપિંડી કરવામાં આવી હતી.જેના પગલે કલકમ જ નહી આવી અનેક કંપનીઓ એ તાપી જીલ્લા ના નાગરિકો ની મહેનત પર એવ ની કમાણી લુટી હોય સંગઠન એક અવાજ એક મોર્ચા એ આવી કંપનીઓ સામે લાલ આંખ કરી સંગઠન ના અધ્યક્ષ રોમેલ સુતરિયા ના નેતૃત્વ માં પોન્ઝી કંપનીઓ વિરુદ્ધ અભિયાન ની શરૂઆત કરી હતી.જેના પગલે અનેક પિડિત નાગરિકો ની લેખિત ફરિયાદ તાપી જીલ્લા ના કલેક્ટર શ્રી ને કાયદેસર પગલા ભરવા રજુ કરવામાં આવી  હતી. સંગઠનની કટિબદ્ધ તા તાપી જીલ્લા કલેક્ટર તેમજ તાપી પોલીસ ની પ્રસંસનીય કામગીરી ના પગલે કંપની સંચાલકો તેમજ જવાબદારો સામે કાયદેસર પગલા ભરવાની શરૂઆત કરવામાં આવી જેના પરિણામે સંગઠન એક અવાજ એક મોર્ચા સાથે રહી જે નાગરિકો એ લેખિત ફરિયાદ કરી હતી અને સંગઠન ના નેતૃત્વ ઊપર વિશ્વાસ દાખવ્યો હતો તેવા તમામ તાપી જીલ્લા ના નાગરિકો ને તેમની બચત ના નાણા પરત મળ્યા ના સમાચાર મળી રહ્યા છે.પિડિત નાગરિકો ને તેમના બેંક ખાતા માં સીધા નાણા પરત કરી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો –   કોરોના સંદર્ભે થોડા જરૂરી ખુલાસા – ડૉ. મિતાલી સમોવા

આ સિવાય પણ અનેક કંપની સંચાલકો સામે કાર્યવાહી ચાલી રહેલ છે જેમા આવનાર દિવસોમાં દરેક નાગરિકો ને ન્યાય મળશે તેવો વિશ્વાસ સંગઠન અધ્યક્ષ રોમેલ સુતરિયા એ દાખવ્યો હતો.સાથે જ કહ્યુ હતુ વર્તમાન મા આપણી સહુની મુખ્ય જવાબદારી કોરોના થી દરેક ને સાવધાન કરી જરુરી સાવચેતી રાખવાની છે.સંગઠન માં મહત્વની ભુમિકા ભજવનાર જાબાંજ સાથી એવા મનીષા નંદા સોલંકી જેમણે તમામ પિડિતિના ન્યાય માટે તૈયાર કરવામાં આવેલ અરજીઓ ની ચકાસણી, ડ્રાફ્ટિંગ , ફાઈલિંગ નુ મહત્વપૂર્ણ કામ જવાબદારી પુર્વક કર્યુ હતુ જેઓ વર્તમાન માં આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ કલકમ કંપની ના પિડિતો ને મળેલા ન્યાય મા તેમને સંગઠન યાદ કરી સંગઠન તેમને પણ શ્રદ્ધાંજલિ પાઠવે છે.તાપી જીલ્લા કલેક્ટર શ્રી , પોલીસ વડા નો ખાસ આભાર માનીએ છીએ જેઓની ઈચ્છાશક્તિ ના પરિણામે કાયદેસર ફરિયાદ કરનાર નાગરિકો ને ન્યાય મળવા પામ્યો છે. સમગ્ર ઘટનાના પગલે જે પરિવારો ને ન્યાય મળ્યા છે તેઓમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે.કોરોના કાળમાં પરિવારો ને રોમેલ સુતરિયા ના નેતૃત્વ મા ન્યાયિક લડત નુ પરિણામ મળતા ગામડાઓ માં રોમેલ સુતયિયા ની કાર્યપદ્ધતિ તેમજ છેવાડા ના માનવી ના ન્યાય માટે અભિયાન ચલાવવાની નીસ્બત ની દરેક લોકો વધાવી રહ્યા છે.

Leave a Reply

%d bloggers like this: