સતત વધારો છતાં પ્રજા લાચાર બનીને સહન કરી રહી છે. જ્યારે અત્યાર સુધી મૌન વિપક્ષ રહી રહીને જાગ્યો છે. કોંગ્રેસ પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે આજે 11 જૂને દેશભરના તમામ પેટ્રોલ પંપ પર દેખાવો કરવાની છે. કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સાથે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર આર્થિક સંકટના સમયમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધારી કમાણી કરી રહી છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો પરનો અંકુશ હટાવી ઓઇલ કંપનીઓને સત્તા આપી દેતા હવે દરરો જ સવારે 6 વાગે બંને ઇંધણના ભાવ રિવાઇઝ થાય છે. વિદેશી હૂંડિયામણની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવના આધારે દર રોજ ઇંધણમાં ભાવમાં પણ ફેરફાર થાય છે. તેની કિમતો નક્કી કરવાનું કામ ઓઇલ કંપનીઓ કરે છે. જ્યારે તેના પર ડીલરો પોતાનું કમિશન અને સ્થાનિક વેટ/કર જોડી પેટ્રોલ-ડીઝલ વેચે છે. તેથી દરેક શહેરમાં ભાવ અલગ અલગ હોય છે.
ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી દીધો. આ સાથે જૂન મહિનાના 11 દિવસમાં 6ઠ્ઠી વખત પેટ્રોલમાં કુલ 1.53 રૂપિયા અને ડીઝલમાં 1.60 રૂપિયાનો વધારો કરાયો. ગત 4 મે પછી 23મી વાર ઇંધણના ભાવમાં વધારો કરાયો છે. જેમાં પેટ્રોલ 38 દિવસમાં 5.45 રૂપિયા અને ડીઝલ 6.29 રૂપિયા મોંઘા થઇ ગયા. ગુરુવારે એક દિવસના વિરામ બાદ શુક્રવારે પેટ્રોલમા 29 અને ડીઝલમાં 28 પૈસાનો વધારો કરવામાં આવ્યો. આ ભાવવાધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.85 રૂપિયા અને જ્યારે ડીઝલની કિંમત લીટરે 86.75 રૂપિયા થઇ ગઇ.
આ પણ વાંચો : રથયાત્રા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન. જાણો શું કહ્યું
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ 101.04 અને ડીઝલ 94.15 રૂપિયાના ભાવના થઇ ગયા. તેવી જ રીતે કોલકાતામાં અનુક્રમે 95.80 અને 89.60 રૂપિયા, જ્યારે ચેન્નાઇમાં 79.19 અને 91.42 રૂપિયાન ભાવે બંને ઇંધણ વેચાઇ રહ્યા છે. સતત ભાવવધારાથી પરિણામ એ આવ્યું છે કે મુંબઇ, થાણે, ભોપાલ, ઇન્દોર, શ્રીગંગાનગર સહિત દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવોને સદી કૂદાવી દીધી છે. જ્યારે ગુજરાતમાં સમગ્ર દેશ કરતા ડિઝલ સૌથી મોંઘુ થઇ ગયું છે. અહીં પેટ્રોલ કરતા પણ તેની કિંમત વધુ છે.
પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો સ્પષ્ટ નનૈયો
પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પેટ્રોલિયમમંત્ર ધર્મેન્દ્ર પ્રધાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે
“અત્યારે સરકારની આવક ઘટી ગઇ છે. નાણાવર્ષ 2020-21માં ઇન્કમ બહુ ઓછી થઇ છે. નાણાવર્ષ 2021-22માં પણ આવા જ હાલ રહેશે. જ્યારે સરકારનો આરોગ્ય ખર્ચમાં વધારો થઇ ગયો છે. વેલફેર એક્ટિવિટીમાં પણ ખર્ચ થઇ રહ્યો હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો આ યોગ્ય સમય નથી.”
દેશના ચાર મહાનગરોમાં ઇંધણની કિંમત