પરિવારને જો કોરોના સંક્રમણ થાય તો એમનો તમામ ખર્ચ સરકાર ભોગવે – તલાટીઓની માંગ

તલાટીઓ માંગ કરી છે કે, જે પણ તલાટી કમ મંત્રીઓ અને એમના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ થાય અને એમને હોસ્પિટલમાં સારવાર લીધી હોય એવા તલાટી કમ મંત્રીઓ અને એમના પરિવારના સભ્યોનો તમામ ખર્ચ નિયમ મુજબ સરકાર તરફથી મંજુર કરવામાં આવે એવી અમારી માંગ છે. કોરોના મહામારી વચ્ચે શિક્ષક, તબીબ અને અન્ય તમામ સરકારી કર્મચારીઓએ સરકાર સમક્ષ પોતાની માંગ મૂકી હતી, એ પૈકી કેટલીક માંગો સરકારે પુરી પણ કરી છે.હવે ગુજરાત રાજ્યના તલાટીઓ પોતાની માંગને લઈને આગળ આવ્યા છે.

તલાટીઓએ માંગ કરી છે કે તલાટીઓ અને એમના પરિવારને જો કોરોના સંક્રમણ થાય તો એમનો તમામ ખર્ચ સરકાર ભોગવે.ગુજરાત રાજ્યના ગામડાઓ હાલ તલાટીઓ કોરોના લક્ષી કામગીરી કરી રહ્યા છે ત્યારે સરકાર એમની માંગ પુરી કરે છે કે કેમ એ જોવું રહ્યું. હાલ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેહેર વધ્યો છે,જેથી સરકારે “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હેઠળ દરેક ગામની પ્રાથમિક શાળામાં એક કોવિડ કેર સેન્ટર ઉભું કરી સ્થાનિક દર્દીઓને સારવાર આપવાનું નક્કી કર્યું છે.કોવિડ કેર સેન્ટરની જવાબદારી જેતે શાળાના આચાર્ય, તલાટી અને સરપંચના માથે સરકારે થોપી દીધી છે.

આ પણ વાંચો – સુંદરલાલ બહુગુણા: ઇકોલોજીકલ સત્ય અને સામાજિક ન્યાય માટે હિમાલયનો અવાજ

તલાટીઓએ CM રૂપાણીને રજુઆત કરી છે કે અમે પણ છેલ્લા ઘણા સમયથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બની મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત દિવસ રાત કોરોના નિયંત્રણની કામગીરી કરીએ જ છીએ, અને એના અસરકારક પરિણામો પણ મળ્યા જ છે.કોરોના નિયંત્રણની આ કામગીરી દરમિયાન રાજ્યમાં ઘણા તલાટી કમ મંત્રીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાના કિસ્સા બન્યા જ છે. કોરોનાથી સરકારી કર્મચારીનું જો અવસાન થાય તો એમને 25 લાખની સહાયની સરકારે જોગવાઈ કરી છે.ત્યારે તલાટી કમ મંત્રીઓ અને એમના પરિવારના સભ્યો પણ કોરોના પોઝિટિવ થતા એમને સારવાર માટે મોટો ખર્ચ થયો છે.ત્રીજા વર્ગના કર્મચારીઓ માટે મોટો ખર્ચ આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલ ભર્યું બની રહે છે.

Leave a Reply

%d bloggers like this: