18મીએ સવારે તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે, તંત્ર એલર્ટ

રેડ એલર્ટ

  • 17 મે- જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ
  • 18 મે- જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ

યલો એલર્ટ

  • 17 મે– સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, મોરબી
  • 18 મે– સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ
  • 19 મે– બનાસકાંઠા,કચ્છ

ગુજરાત માથે એક નવી મુશ્કેલીના એધાંણ, ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે તૌક્તે વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. તૌકતે વાવાઝોડું શનિવાર મોડી સાંજની સ્થિતિએ દક્ષિણ-પશ્ચિમ પણજી-ગોવાથી 220 કિલોમીટર, દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ મુંબઇથી 590 કિલોમીટર, વેરાવળના દક્ષિણ-દક્ષિણ પૂર્વથી 820 કિલોમીટરના અંતરે હતું. તૌકતે વાવાઝોડુ 18 મે મંગળવારે બપોરે પોરબંદર અને નલિયા વચ્ચેથી પસાર થઇ શકે છે. તૌકતે વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ થઇ ગયુ છે.

આ પણ વાંચો – હોમ ક્વોરન્ટાઈન કોરોના પોઝિટિવ યુવતી પર 3 ચોરોનો ગેંગરેપ, સાથે મોબાઈલ પૈસાની લૂંટ

18મીએ સવારે તૌકતે વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે, પહોચશે. આ પછી તે 18મીએ બપોરે પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતના દરિયાકિનારેથી પસાર થઇ શકે છે. વાવાઝોડાને પગલે 16મે સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવવાનું શરૂ થઇ જશે અને જેના પગલે 17 મેના રોજ 145થી 155 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે 18 મેના 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 18 મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૂ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *