સુરત, અઠ્વા લાઇન્સ પોલીસ સ્ટેશનની ઘટના – જામીનદાર સાથે પોલીસની ગેરવર્તણૂક – વીડિયો વાયરલ

સુરત : અઠવા લાઇન્સ પોલીસે કર્ફ્યૂ ભંગના ગુનામાં એ યુવકોની ધરપકડ કરી હતી, જેમાં યુવકે પોલીસ કહ્યું કે, યુવકે નાકની નીચે માસ્ક પહેર્યું છે એમ કહી દંડ ભરાવાનું કહ્યું હતું. યુવક સ્વીગીમા જોબ કરતો હોવાથી રોજની આવક ૧૦૦ /- રુપીયા હોય, હજાર રૂપિયા દંડ ભરી શકે એમ નહોતો, યુવક પાસે બીજો કોઈ ઓપ્શન ન બચતા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને એના પર ફરીયાદ દાખલ કરી, એ પછી યુવકનો ભાઈ એના એક મિત્રને સાથે લઈ છોડાવવા માટે આવ્યો. જેમા જામીનદારે ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતા. ત્યારે પોલીસે તેમને ટકોર કરતાં કહ્યું હતું કે પેન્ટ પહેરીને આવો. આ તબક્કે જામીનદારે પોલીસ સમક્ષ આજીજી કરી હતી. જોકે ત્યાર બાદ સાથે આવેલા મિત્રએ જામીનદારને કહ્યું હતું કે તું મારું પેન્ટ પહેરી લે. ત્યાર બાદ તેણે પોલીસને પૂછ્યું હતું કે ‘સાહેબ ચેન્જિંગ રૂમ ક્યાં છે.’ આ સાંભળતાં જ પોલીસ જવાન અકળાયો હતો અને કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોય. તમે ગાર્ડનમાં બદલી નાખો. આ બાપનો બગીચો નથી. આ પછી પણ આ મુદ્દે સતત રકઝક ચાલી હતી અને પોલીસ તથા જામીનદાર સામસામે આવી ગયા હતા. ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીએ પણ જામીનદારને ટપાર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોવાનું કહ્યું હતું. અંતે, જામીનદારને ત્યાંથી ખસેડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

વીડીયો જોવા માટે – 

આ ઘટના બાદ યુવકે શહેરનાં જાણીતા એડવોકેટ મેહુલ બોગરાનો સંપર્ક કર્યો હતો અને એમની સાથે પોલીસ દ્વારા થયેલ હેરાનગતિની વાત કરી હતી. જેને લઈને એડવોકેટ મેહુલ બોગરાએ પોતાનાં ફેસબુક પેજ પર આવી આ સમગ્ર ઘટનાની વિગતે માહિતી આપી હતી. સાથે યુવકે પોલીસ સ્ટેશનમાં ઉતારેલ વીડિયો પણ પ્બલિક સામે મૂક્યો હતો. વીડીયોમાં જોઈ શકાય છે કે, એકબાજુ માસ્કનો દંડ વસુલવામાં આવે છે અને બીજું બાજૂ એજ પોલીસ સ્ટેશનમાં કેટલાંક પોલીસ કર્મચારીઓ વગર માસ્કે પોલીસ સ્ટેશનમાં બેઠા છે. આમ પોતે કાયદાનો ભંગ કરે છે અને સામાન્ય લોકોને ડરાવે છે. આ સમગ્ર ઘટનાની માહિતી સાથે મેહુલ બોગરાએ જણાવ્યું હતું કે, આ બાબતે તે પોલીસ કમિશનરને ફરીયાદ આપશે અને અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં હાજર બધાં કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી ફરીયાદ નોંધાવા પણ કહેશે આમ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિઅલ મીડીયા પર વાયરલ થયો હતો જેમાં લોકોએ પોલીસના આવા વર્તન વ્યવહાર સામે નારાજગી વ્યક્ત કરી છે

Leave a Reply

%d bloggers like this: