PIનો વિદાય સમારંભ યોજવાની ઘટનામાં સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા

સુરત શહેરના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઈના વિદાય સમારંભની પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે. સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવનારા પાસે આ પ્રકારની વર્તનની સ્વભાવિક રીતે જ કોઈ અપેક્ષા રાખતું નથી. અત્યાર સુધી સામાન્ય કિસ્સામાં એવું જોવા મળી રહ્યું છે કે પોલીસ કર્મીઓ અને રાજકીય નેતાઓ સામે કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘન કર્યા બાદ પણ કોઇ પગલા લેવાયા નથી. કદાચ આ કિસ્સામાં પણ ભીનુ સંકેલી લેવાશે કે યોગ્ય પગલા ભરશે એ જોવાનું રહે છે. એક પીઆઈ કક્ષાના અધિકારીને એટલું તો ભાન હોવું જોઈએ કે રાત્રિના સમય દરમિયાન કર્ફયૂ હોવાછતાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરી શકાય. માત્ર એટલું જ નહીં, કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર પોલીસ કર્મચારીઓ સાથે સ્વાદીષ્ટ વ્યંજનોની મિજબાની માણી રહ્યા છે. પોલીસ જવાનો દ્વારા જ શહેરમાં રાત્રિ કર્ફ્યુના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. પરંતુ હાલ સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે પોલીસ કર્મચારીઓ જાણે કાયદાથી પર હોય તે રીતે નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. આમ જેના પર કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે એ જ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.

 આ પણ વાંચો – નોર્થ-ઈસ્ટની મહિલા સાથે યૌન શોષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ – અસામ પોલીસે આરોપી તસવીર જાહેર કરી

સુરત શહેરના સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઈના વિદાય સમારંભની પોલીસ સ્ટાફ દ્વારા ઉજવણી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ પણ પોલીસ કર્મચારીઓ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ સરકારના નિતી નિયમોના લીરે લીરા ઉડાવી દીધા હતા. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં.બદલી કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી હતી. ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલ રાતે સિંગણપોર પીઆઇની બદલી થતા તેમના સ્ટાફના માણસો દ્વારા ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં અમારા પોલીસ ચોકીના માણસો પણ હાજર હતા. તેમજ ચોકી બનાવવા માટે જેમણે આર્થિક મદદ કરી છે એવા દાતાઓ પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. એસીપી ડી-ડિવિઝન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

 

Leave a Reply

%d bloggers like this: