કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થયા તો શું કરશો? – સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે ફરી એક વખત દિલ્હીના ઓક્સિજન સંકટ અને કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સર્વોચ્ય અદાલતે કોરોનાની ત્રીજી લહેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી જ તે માટે તૈયારીઓ કરવા પર ભાર મુક્યો હતો. તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવને બુધવારે ચેતવણી આપી હતી કે ત્રીજી લહેર આવશે, નિશ્ચિતપણે આવશે, તેને આવવાથી કોઈ રોકી શકે નહીં. જો કે તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું હતું કે ક્યારે ત્રીજી લહેર આવશે, તે વિશે હમણાં કંઇ કહી શકાય નહીં. તેથી તે માટે તૈયાર રહેવું જરૂરી છે. ચાલો આપણે સમજીએ કે કોરોનાની ત્રીજી લહેર શા માટે આવશે અને તેનાથી બચવા શું ઉપાય છે અને ક્યારે બીજી લહેર સમાપ્ત થશે.

આ પણ વાંચો – ફંગલ ઇન્ફેક્શન :- ફંગલ ત્વચા ચેપ શું છે? જાણો વધું માહિતી.

આ સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરતા કહ્યું કે, જો કાલે સ્થિતિ વધુ બગડે અને કોરોનાના કેસ વધે તો તમે શું કરશો. રિપોર્ટ્સ પ્રમાણે ત્રીજી લહેરમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ત્રીજી લહેરમાં શું કરવું જોઈએ તેની તૈયારી અત્યારે જ કરવી પડશે, યુવાનોને વેક્સિન આપવી પડશે, જો બાળકો પર અસર વધશે તો કઈ રીતે સંભાળીશું કારણ કે બાળકો તો એકલા હોસ્પિટલ ન જઈ શકે. વિશેષજ્ઞોનું કહેવુ છે કે ભલે કોરોના હાલમાં બાળકોમાં ગંભીર અને જટિલતા નથી પૈદા કરી રહ્યો પરંતુ બીજી લહેરમાં સંક્રમિત બાળકોની સંખ્યામાં ઘણી તેજી આવી છે. પહેલી લહેરની અપેક્ષાએ બીજી લહેર મુંબઈ પૂણે જેવા શહેરમોમાં બાળકોને વધારે સંક્રમિત કર્યા છે. બાળકો ગંભીર સ્થિતિમાં નથી આવતા પણ સંક્રમણ ફેલાવે છે. બાળકોનું રસીકરણ જરુરી છે.

આ પણ વાંચો – જેલમાં ફીટ આસારામને પણ થયો કોરોના, વધારે તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આજે આશરે 1.5 લાખ એવા ડોક્ટર્સ છે જે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. આશરે 2.5 લાખ નર્સ ઘરે બેઠી છે. આ એ જ લોકો છે જે ત્રીજી લહેર વખતે તમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. માર્ચ 2020થી સ્વાસ્થ્ય કર્મીઓ કામ કરી રહ્યા છે અને હાલ તેમના પર પણ થાક અને દબાણ વધારે છે. દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ત્રીજી લહેર અંગે ટિપ્પણી કરી છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે પણ ત્રીજી લહેર ચોક્કસ આવશે તેવી ચેતવણી આપી હતી પરંતુ તે ક્યારે આવશે તે અનિશ્ચિત છે તેમ કહ્યું હતું. આમ સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યા હતા.

Leave a Reply

%d bloggers like this: