પત્રકાર વિનોદ દુઆને સુપ્રીમ કોર્ટની રાહત, ભાજપના નેતાએ કરેલ દેશદ્રોહનો કેસ રદ કર્યો

પત્રકાર વિનોદ દુઆને સુપ્રીમ કોર્ટે રાહત આપતા તેમના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ રદ કરી દીધો છે. પત્રકાર વિનોદ દુઆ વિરૂદ્ધ હિમાચલ પ્રદેશમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અરજીમાં સીનિયર પત્રકાર વિનોદ દુઆ વિરૂદ્ધ શિમલામાં દેશદ્રોહના કેસને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. વિનોદ દુઆ વિરૂદ્ધ હિમાચલ પ્રદેશમાં ભાજપના એક સ્થાનિક નેતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. ભાજપ નેતાએ આ ફરિયાદ એક યૂટ્યુબ પ્રોગ્રામને લઇને દાખલ કરાવી હતી. જસ્ટિસ યૂયૂ લલિત અને જસ્ટિસ વિનીત સરનની બેંચે ગત વર્ષે છ ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ સરકાર અને કેસમાં ફરિયાદીની દલીલો સાંભળ્યાબાદ અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 20 જુલાઇએ આ મામલે વિનોદ દુઆને કોઇ પણ દંડાત્મક કાર્યવાહીથી આપવામાં આવેલી સુરક્ષાની અવધી આગામી આદેશો સુધી લંબાવી દીધી હતી.

કોર્ટે કહ્યુ હતુંકે દુઆને આ મામલે હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા પૂછવામાં આવી રહેલા કોઇ પણ પૂરક સવાલનો જવાબ આપવાની જરૂર નથી. દુઆ વિરૂદ્ધ તેમના યૂ ટ્યુબ કાર્યક્રમના સબંધમાં છ મેએ શિમલાના કુમારસેન પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા શ્યામે ફરિયાદ દાખલ કરાવી હતી. અરજી કરનારનું કહેવુ હતું કે દુઆએ પોતાના You Tube કાર્યક્રમ ધ વિનોદ દુઆ શોમાં વિવાદિત બોલ બોલ્યા હતા, જે સાંપ્રદાયિક ધૃણાને ભડકાવી શકતા હતા અને જેનાથી શાંતિ અને સાંપ્રદાયિકતા ઉભી થઇ શકતી હતી. શ્યામે આરોપ લગાવ્યો હતો કે દુઆએ પોતાના યૂ ટ્યુબ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વોટ મેળવવા માટે મૌત અને આતંકી હુમલાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 14 જૂને સુનાવણી કરતા વિનોદ દુઆને આગામી આદેશ સુધી ધરપકડથી સંરક્ષણ આપ્યુ હતું.

જોકે, કોર્ટે તેમના વિરૂદ્ધ ચાલી રહેલી તપાસ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. દુઆએ કોર્ટને તેમના વિરૂદ્ધ દર્જ ફરિયાદને રદ કરવાની અપીલ કરી હતી, તેમણે કહ્યુ કે પ્રેસની સ્વતંત્રતા બંધારણની કલમ 19 (1) હેઠળ મૌલિક અધિકાર છે.

Leave a Reply

%d bloggers like this: