વેક્સિનને લઇને સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કહ્યું- વેક્સિન ખરીદીનો પુરેપુરો હિસાબ રજૂ કરો

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની વેક્સીનેશન પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારને પોલિસી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજને રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ડીવાઇ ચંદ્રચૂડ, એલ નાગેશ્વર રાવ અને એસ રવિન્દ્ર ભટની પીઠે કોવિડ સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રને ત્રણેય કોરોના વેક્સીનની ખરીદી પર અત્યાર સુધીનો આંકડો માંગ્યો છે. 30 એપ્રિલે કોવિડ મેનેજમેન્ટ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નવી વેક્સીન પોલિસી પર ફરી વિચાર કરવા કહ્યુ હતું. કેન્દ્રએ 9 મેએ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. કેન્દ્રએ કહ્યુ હતું કે વેક્સીન પલિસી ન્યાયસંગત વિતરણ સુનિશ્ચિત કરે છે અને તેમાં સુપ્રીમ કોર્ટના દખલની જરૂર નથી. કોર્ટે 30 એપ્રિલે કહ્યુ હતું કે જે રીતે નવી પોલિસી બનાવવામાં આવી છે, એવુ લાગે છે કે આ બંધારણની કલમ 21 હેઠળ આવતી પબ્લિક હેલ્થને હાનિ પહોચાડી શકે છે. સુપ્રીમ કોર્ટે 2 જૂને કહ્યુ હતું કે 9 મેએ કેન્દ્ર સરકાર તરફથી રજૂ શપથપત્રમાં કહેવામાં આવ્યુ છે કે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતાના નાગરિકોને મફતમાં વેક્સીન આપવી જોઇએ. એવામાં આ મહત્વનું છે કે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ કોર્ટ સામે તેને મંજૂર કરે અથવા ઇનકાર કરે.

આ પણ વાંચો – પરિસ્થિતિને અંકુશમાં લેવાં અને સંક્રમણની ચેઇન તોડવા વધુ પગલાં લેવા જરૂરી છે – હાઈકોર્ટ

કોરોના રસીકરણ અભિયાનને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માગ્યા છે. સુપ્રીમે કેન્દ્ર પાસેથી રસીની ખરીદીની બધી જ વિગતો તેમજ રસિકરણનો પ્લાન શું છે સરકારનો તે બધી જ વિગતો મગાવી છે. આ ઉપરાંત અત્યાર સુધી કેટલા લોકોને રસી આપવામાં આવી તેના પણ ડેટા રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 45થી વધુ વયનાની રસીની જવાબદારી કેન્દ્રના હાથમાં છે, તેવી જ રીતે 18થી 45 વર્ષના માટેના રસીકરણ અભિયાનની જવાબદારી પણ રાજ્યો અને ખાનગી હોસ્પિટલો પર થોપવાને બદલે કેન્દ્રએ પોતાના હાથમાં લેવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એવા અહેવાલો છે કે 18થી 45 વર્ષના ન માત્ર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે સાથે સાથે ગંભીર રીતે બિમાર પણ પડી રહ્યા છે. તેઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે. તમામ દુર્ભાગ્યપૂર્ણ મામલાઓમાં દર્દીઓના મોત પણ થઇ રહ્યા છે.

બ્લેક ફંગસને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ક્યા ક્યા પગલા લેવામાં આવ્યા તેનો રિપોર્ટ પણ મગાવવામાં આવ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કેટલા લોકોને રસી આપવામાં આવી આ બધા જ સવાલોનો સુપ્રીમ કોર્ટે બે સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ બેંચના ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ, એલ એન રાવ અને એસ રવિંદ્ર ભટે કહ્યું હતું કે રસીની ખરીદી, ઓર્ડર, સપ્લાય સહિતની વિગતો તારીખ સાથે આપવામા આવે. હવે આ મામલાની સુનાવણી ૩૦મી જુને કરવામાં આવશે.

Leave a Reply

%d bloggers like this: