અંદ્ધશ્રદ્ધાઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પણ બન્યુ કોરોના માતાનું મંદિર, પહેલાં કોરના દેવી

પ્રતાપગઢઃ દેશમાં કોરોનાએ હજારોના જીવ લઇ લીધા. પરંતુ ભારતમાં અંધશ્રદ્ધાનો કોઇ જોટો નથી. દક્ષિણમાં કોરોના મોતાનું મંદિર બન્યા બાદ હવે યુપીના પ્રતાપગઢમાં પણ કોરોના માતોનું મંદિર (Pratapgarh Corona Mata mandir) બની ગયું છે. સાથે વિશ્વનું એક માત્ર કોરોના માતા મંદિર હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને પ્રસાદ ચઢાવી મહામારીનો પ્રકોપ ઓછો કરવા પ્રાર્થના કરી રહ્યા છે. હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે.

લીમડાના ઝાડની નીચે એક દિવાલ ઊભી કરી તેના પર માસ્કધારી કોરોના માતાની તસવીર ચોંટાડવામાં આવી છે. જેના પર લખવામાં આવ્યું છે વિશ્વનું એક માત્ર કોરોના માતા મંદિર. લોકોનું માનવું છે કે મંદિરમાં પૂજા કરવાથી કેરોના સંક્રમણ ફેલાવવાથી રાહત મળશે. ગામના એક શખસે જણાવ્યું કે ગ્રામવાસીઓએ સામૂહિક રીતે વિશ્વાસ સાથે આ મંદિરની સ્થાપના કરી છે. ગામના લોકો કોરોનાને દેવીનો પ્રકોપ માની રહ્યા છે. લોકોમાં શિક્ષણના અભાવ અને અંધવિશ્વાસને કારણે અહીં કોરોના માતાનું મંદિર ઊભુ થઇ ગયું. નોંધનીય છે કે કોરોનાની પ્રથમ લહેર પછીથી જ ઘણી જગ્યાએ મહામારી ભગવાનનો પ્રકોપ હોવાનું માનવામાં આવતું હતું. આવી ધારણા લગભગ દરેક ધર્મના લોકોમાં હતી.

આ પહેલા કોરોના દેવી મંદિર 

કોઇમ્બતુર જિલ્લામાં વર્ષો પહેલા પ્લેગના પ્રકોપ બાદ મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં એક મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી. કોરોના દેવીનું આ મંદિર કોઈમ્બતુર શહેરની સીમમાં ઇરુગુર નજીક કામચિપુરમ સ્થિત છે. મંદિરની સ્થાપના કમાચિપુરમ અદિનામના અધિકારીઓ દ્વારા તેમના પરિસરમાં કરવામાં આવી છે કામચિપુરમ અદિનામના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘કોરોના દેવી એક કાળા પથ્થરની મૂર્તિ છે, જે 1.5 ફૂટ લાંચી છે અને અમને વિશ્વાસ છે કે દેવી લોકોને આ ગંભીર રોગથી બચાવે છે.’ દક્ષિણ ભારતમાં કોરોના દેવીને સમર્પિત આ બીજું મંદિર છે. આ પહેલા કેરળના કોલ્લમ જિલ્લાના કડક્કલ ખાતે આવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

%d bloggers like this: