સુપરસ્ટાર રજનીકાંતે ખતમ કરી પોતાની પાર્ટી, રાજનીતિમાં નહીં આવે પાછા

ચેન્નઈઃ સુપરસ્ટાર અભિનેતા રજનીકાંતે સોમવારે પોતાની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ને ખતમ કરી દીધી છે. આ સાથે રજનીકાંતે કહ્યુ છે કે તે રાજનીતિમાં પગ નહિ મૂકે. ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ખતમ કરીને રજનીકાંતે કહ્યુ કે, ‘ભવિષ્યમાં રાજનીતિમાં આવવાની મારી કોઈ યોજના નથી. હું રાજનીતિમાં પગ મૂકવાનો નથી.’ રજનીકાંતનો આ નિર્ણય ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ લેવામાં આવ્યો છે. રજનીકાંતે પોતાના પ્રશંસકો સાથે પણ બેઠક કરી છે.

રજનીકાંતના રાજકારણને રામ-રામ, પોતાની પાર્ટી પણ વિખેરી કાઢી.

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે આખરે રાજકારણને કાયમ માટે અલવિદા કહેવાનુ નક્કી કરી લીધુ છે.સોમવારે રજનીકાંતે પોતાની રાજકીય પાર્ટી રજની મક્કલ મંદરમને પણ વિખેરી કાઢી છે. રજનીકાંતે કહ્યુ હતુ કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની કોઈ યોજના નથી.હવે મારુ સંગઠન રજની રસીગર નરપાની મંદરામના નામથી લોકોના હિત માટે કામ કરતુ રહેશે.

આ પણ વાંચો : “બહેનની લાગણી” – સાક્ષી ઉપાધ્યાય

આ પહેલા રજનીકાંતે 29 ડિસેમ્બર 2020ના રોજ એલાન કર્યુ હતુ કે, હું રાજનીતિમાં આવવાનો નથી.પણ હાલમાં જ તેમણે ફરી કહ્યુ હતુ કે, રાજનીતિમાં ઝુકાવવા માટે હું ચર્ચા કરીશ.જોકે હવે પોતાની પાર્ટીને વિખેરી કાઢીને તમામ અટકળો પર રજનીકાંતે પૂર્ણવિરામ મુકી દીધુ છે. આ પહેલા રજનકાંતે એમ પણ કહ્યુ હતુ કે, જાન્યુઆરી 2021માં હું પાર્ટી લોન્ચ કરીશ અને આ પાર્ટી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા લોન્ચ થવાની હતી પણ ડિસેમ્બરમાં રજનીકાંતે યુ ટર્ન માર્યો હતો અને રાજકારણમાં નહીં આવવાની જાહેરાત કરી હતી.એ પછી રજનીકાંતના સંગઠનના ઘણા સભ્યોએ તામિલનાડુની બીજી રાજકીય પાર્ટીઓ જોઈન કરી લીધી હતી.

રજનીકાંતે હાલમાં જ અમેરિકામાં પોતાની તબિયત ચેકઅપ કરાવીને ચેન્નઈ પાછા આવ્યા છે. રજનીકાંતના ફેન્સ તેમને રિસીવ કરવા ચેન્નઈ એરપોર્ટ પર પણ ગયા હતા જ્યાં જોરદાર નારા સાથે તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. રજનીકાંત ગયા શુક્રવારે સવારે અમેરિકાથી પાછા આવ્યા છે.

Leave a Reply

%d bloggers like this: