રથયાત્રા મુદ્દે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન. જાણો શું કહ્યું

રથયાત્રા : ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ, સમગ્ર રાજ્યના મંદિરો નિયત પ્રોટોકોલ ગાઇડલાઇનના આધાર ઉપર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે, જેનાથી લોકો શ્રદ્ધા કેન્દ્રો, આસ્થા કેન્દ્રો ઉપર ભગવાનના આશીર્વાદ લેવા માટે આવે છે. હું પણ ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવ્યો છું. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ, ગઇકાલે મુખ્યમંત્રીએ રથયાત્રાના સંદર્ભમાં જે કહ્યુ છે. રથયાત્રામાં કોરોનાના સંક્રમણની જે સ્થિતિ હશે તે સ્થિતિના આધાર ઉપર નિર્ણય લેવા માટે મહંત અને મંદિરના ટ્રસ્ટીઓએ સરકાર જે તે વખતે ચર્ચાના આધારે પરિસ્થિતિના આધારે નિર્ણય લે તે પ્રમાણે આયોજન કરીશુ.વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યુ કે, પરંપરાગત રીતે જળયાત્રા નિયત પ્રોટોકોલના આધાર પર નિશ્ચિત લોકોની વચ્ચે ભગવાનને શ્નાન કરાવવા માટે જે જળ લાવવામાં આવે છે તે પ્રોટોકોલ પ્રમાણે કાર્યક્રમ ચાલુ રહેશે.

આ પણ વાંચો : સુરતમાં હોમગાર્ડ મહિલા કર્મચારીએ વર્દીમાં સોશિયલ મીડિયા માટેના વીડિયો બનાવ્યા, ઓફિસરે તપાસ સોંપી

દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી તેના નિયત રૂટ પર ફરીને રાત્રે નીજ મંદિરે પરત ફરે છે. ગત વર્ષે કોરોના મહામારીને પગલે રથાયાત્રા કાઢવા પર પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં, તેના પર સૌની નજર છે. આવતી કાલથી તમામ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના દ્વાર ખોલવાના છે અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે મંદિરમાં ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંદિરમાં 50 ભક્તો એક સાથે દર્શન કરી શકે તેવી guideline બહાર પાડવામાં આવી છે ત્યારે આવતી કાલે જગદીશ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ અનેક ભક્તોના મને એવી આશા બંધાઈ છે કે ભગવાન જગન્નાથજી આ વર્ષે ભક્તોના ખબર અંતર પૂછવા માટે અષાઢી બીજના દિવસે શાહી રથ પર સવાર થઇને આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

Leave a Reply

%d bloggers like this: