એક દરજીએ મેડિકલેમ પકવવા માટે દર્દી બનીને તેણે કોરોનાની સારવાર હોસ્પિટલમાં લીધી હોવાની ફાઇલ તૈયાર કરી કંપનીમાં જમા કરાવી હતી. આ વ્યક્તિએ તેની જ દુકાનની બાજુમાં આવેલી હોસ્પિટલના ખોટા લેટરપેડ પર ખોટી સહીઓ કરી હોવાનો ઘટસ્ફોટ થતા ડોક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શિવા પરમાર નામના વ્યક્તિએ હોસ્પિટલના ખોટા લેટરપેડ બનાવી હોસ્પિટલનો સિક્કો મારી મેડીક્લેઇમ મંજૂર કરાવવા માટે કંપનીમાં ખોટી રીતે આ તમામ ડોક્યુમેન્ટ આપતા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ડૉ. ભાવેશભાઈએ આઈપીસી 465, 467, 471, 473 અને 468 મુજબ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના બોડકદેવમાં રહેતા અને શિવમ હોસ્પિટલમાં છેલ્લા 13 વર્ષથી ડો. ભાવેશ ઓઝા તબીબી પ્રેક્ટિસ કરે છે. તેમની હોસ્પિટલની બાજુમાં દરજીની
દુકાન ધરાવતા શીવાભાઈ પરમાર સાથે તેમને પાડોશી નાતે પરિચય હતો. શીવાભાઈ બીમાર થતા તેઓ ભાવેશભાઈની હોસ્પિટલમાં દવા લેતા હતા. દરમિયાન 24 માર્ચે શિવાભાઈની તબીયત વધુ ખરાબ થતા ભાવેશભાઈની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં શીવાભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે શીવાભાઈને સારુ થઈ જતા આરામ કરી દવા લેવાની સલાહ આપી હતી. બાદમાં ગત 12 મે ના રોજ ICICI વીમા કંપનીના કર્મચારી તેજસભાઈ મેડિક્લેમ વેરીફિકેશ માટે ભાવેશ ભાઇની હોસ્પિટલમાં આવ્યા હતા. જેમાં શીવાભાઈના ડોક્યુમેન્ટની સાથે ડો. ભાવેશે તેમને રજા આપ્યાનું ફોર્મ બતાવ્યું હતું. જેમાં દવા તથા સમરી ભરેલ હતી. જોકે આ તમામ ડોક્યુમેન્ટ ડોક્ટરને જાણ થઈ હતી.
આ પણ વાંચો – ઈમરજન્સીમાં એલોપથીનો જોટો જડે એમ નથી અને આ તકલીફોમા આયુર્વેદ શ્રેષ્ઠ છે – ડો. મિતાલી સમોવા
અહીં સુધી કે તેમની હોસ્પિટલનાના નામનો બનાવટી લેટર પેડ અને તેમાં મારેલો હોસ્પિટલનો સિક્કો પણ ખોટો હતો. લેટરપેડ પર ડો. ભાવેશની સહી પણ કોઈ વ્યક્તિએ કરેલી હોવાનું જણાયું હતું. જેથી વીમા ક્લેમ વેરિફિકેશન માટે આવેલા કર્મચારીને તેઓએ જાણ કરી હતી કે શીવાભાઈ પરમાર નામના કોઈ વ્યક્તિ તેમના ત્યાં એડમિટ થયા નહોતા અને આ તમામ સહી-સિક્કા પણ તેઓએ કરી આપ્યા ન હતા. શિવા પરમાર નામની વ્યક્તિએ હોસ્પિટલના ખોટા લેટરપેડ બનાવી હોસ્પિટલનો સિક્કો મારી મેડીક્લેઇમ મંજૂર કરાવવા માટે કંપનીમાં આ તમામ ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ડૉ. ભાવેશએ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.