ડખા ઊભાં કરતાં લોકોને ઓળખી જઈએ અને તેઓથી સોશીયલ ડીસ્ટન્સ જાળવીએ – પલક ખ્રિસ્તી

પલક ખ્રિસ્તી : મનુષ્ય જાતનો જ્યારથી પૃથ્વી પર ઉદભવ થયો છે ત્યારથી આ જાતીને કેટલીક વણ જોઇતી ટેવો હસ્તગત થયેલી છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. જેમકે, બીજાના જીવનમાં કારણ વગરના ડખા ઉભાં કરવા. નદીનું વહેણ સરસ રીતે વહેતું હોય અને કિનારે બેઠેલાં લોકો નદીની અંદર પત્થર નાખી ને પાણીને ડહોળી નાખે ને અંદર વમળ ઉભા કરે એમ જ કેટલાક લોકો અન્યો ની જીવનમાં આવા વમળ ઊભાં કરવા માટે જાણીતાં હોય છે. અને આ વમળો સામે વાળા નાં જીવનમાં કેવાં ઉત્પાત મચાવતા હોય છે કે કેવી મુશ્કેલી ઊભી કરી શકે છે  એનો એ લોકોને વિચાર સુધ્ધાં આવતો હોતો નથી.. આવા લોકો સામાન્ય રીતે આપણી આજુબાજુ સહેલાઇથી મળી જતાં હોય છે. જોકે, આ લોકો ને ઓળખવા પણ  મુશ્કેલ બની જાય છે કેમકે આ લોકોના કપાળ પર એવુ કાંઇ લખેલું હોતું નથી કે અમે તમારા જીવનમાં ડખા ઉભા કરવા માટે જાણીતા છીએ.  ઍક એવો જ પ્રસંગ આજે મારી જાણમાં આવ્યો. ઍક છોકરી કેકશૉપમાં વિવિધ જાતની કેક ને નિહાળી રહી હતી. ઍ પોતાના પરીવાર ને સરપ્રાઇઝ આપવાં માંગતી હતી. ત્યાજ ઍક સન્નારી ઍ શૉપ માં પ્રવેશ્યા. આ સન્નારી પેલી છોકરીના ઓળખીતા હતા. છોકરીને એવી રીતે જોઇ રહ્યાં જાણે કે મોટો ગૂનો થઈ ગયો હોય. દુર્ભાગ્ય થી પેલી છોકરી ના ઘરની પાસે જ આ સન્નારી નું ઘર હતું. એટલે ઘરે પહોંચી પહેલું કામ એમણે છોકરીની માતાને ખબર આપવાનું કર્યું. “ચકુડી કેકશૉપ માં કોઇકના બર્થ ડે નો કેક લેવાં ઊભી’તી.” સાથે સાથે અન્ય લોકોને પણ આ વાતોનો રસાસ્વાદ આપ્યો. આ બાજું પેલી છોકરી ઘરે પહોંચી ત્યાં સુધીમાં એનાં સ્વાગત માં ઘણી બધી તૈયારી થઈ ચુકી હતી.  થોડી વખત પછી ગેરસમજ દુર થતાં સૌને રાહતનો અનુભવ થયો.

આ પણ વાંચો – ‘ધર્મ અને ધમ્મ’ – અસ્મિતા પરમાર

આવાં લોકોના બાહ્ય વ્યક્તિત્વની નોંધ લઈએ તો સ્વભાવે રમૂજી અને પ્રભાવશાળી લાગતાં હોય છે પરંતુ આ જ લોકો આપણી શાંતી ની પથારી ફેરવવા માટે જાણીતા હોય છે ને ભોળા લોકો સરળતાથી તેઓની જાળમાં ફસાઈ જાય છે. આવા લોકોના અસલ ચરીત્રની ઓળખ થયાં પછી પણ તેઓથી બચીને રહેવું લગભગ મુશ્કેલી ભર્યું કાં હોય છે અને તેથી જ સમાજમાં આવા લોકોને ઓળખી તેમના વ્યક્તિત્વ ને અન્ય ની સામે લાવવું જરૂરી બની જાય છે. કેમકે આવા લોકો સમાજ અને આપણી તંદુરસ્તી માટે જીવલેણ અને હાનીકારક સાબીત થતાં હોય છે. એટલે આપણે પણ આપણી આજુબાજુમાં આવાં ડખા ઊભાં કરતાં લોકોને ઓળખી જઈએ અને તેઓથી સોશ્યલ ડીસ્ટન્સ જાળવીએ. કેમકે “સાવધાની હટી ને દુર્ઘટના ઘટી ”
#PLK

Leave a Reply

%d bloggers like this: