કોરોના બાદ કેમ છો પૂછવા જતાં ભીડમાં હાજર એક યુવકે ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રોંને મારી થપ્પડ

ફ્રાન્સના પ્રમુખ ઇમાનુએલ મેક્રોંને એક યુવકે જાહેરમાં લાફો ઝીંકી દેતા ચકચાર જાગી છે. આ ઘટના દક્ષિણ પ્રૂવ ફ્રાન્સના ડ્રોન વિસ્તારમાં ભીડ સાથેની પ્રમુખની મુલાકાત બની. અચાનક બનેલી ઘટનાથી સૌ હતપ્રભ થઇ ગયા હતા. જો કે લાફો મારનાર યુવક સહિત બે લોકોની આ મામલે ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. BFMTV ટીવી અને RMC રેડિયોએ જણાવ્યું કે પ્રમુખ મેક્રોં કોવિડ મહામારી બાદ લોકોનું જીવન કેવી રીતે પસાર થઇ રહ્યું છે, તે જાણવા લોકોને મળી રહ્યા હતા ત્યારે જ માસ્ક પહેરેલા એક યુવકે તેમને પાસે બોલાવી કંઇ કહેવાને બહાને અચાનક થપ્પડ મારી દીધો.

જો કે પ્રમુખ ઇમાનુએલ મેક્રો સાથે હાજર તેમાન બોડી ગાર્ડસ અને સુરક્ષા જવાનોએ તાત્કાલિક પ્રમુખને ત્યાંથી હટાવી સુરક્ષિત સ્થળે લઇ ગયા હતા. સાથે લાફો મારનારા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પુછપરછ પણ ચાલુ છે. જેમાં ખુલાસો થઇ શકશે કે પ્રમુખને લાફો કેમ માર્યો. કોરોના મહામારીની અસર મંદ પડતા થોડા દિવસ પહલાં ફ્રાન્સમાં પણ બ્રિટન સહિત અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે પણ પ્રમુખ મેક્રોં જાહેરમાં કોફી બારમાં દેખાયા હતા. તેમણે માસ્ક પણ પહેર્યુ નહતું અને લોકોને મહામારીમાંથી બહાર આવ્યા બાદ શાંતિપૂર્ણ અને પૂર્વવત જીવન જીવવા માટે આગળ આવવાની અપીલ કરી હતી. વીડિયોમાં જ્યારે માસ્ક પહેરેલા મેક્રોં લોકોની ભીડ વચ્ચે પૃચ્છા કરવા આગળ વધ્યા ત્યારે બેરેકની પાછળ ઉભેલે ટીશર્ટ પહેરેલો એક યુવક તેમનો હાથ પકડી આગળ કરે છે અને અચાનક લાફો મારી દે છે. તે ડાઉન વિથ મેક્રોનિયા કહેતો સંભાય છે.

Leave a Reply

%d bloggers like this: