“બહેનની લાગણી” – સાક્ષી ઉપાધ્યાય

 

આ શ્રાવણ-પૂણિ઼ઁમાનો દિવસ આવી ગયો,
અને ભાઇ-બહેનના સંબંધને ઉજાગર કરતો ગયો.

બઘા આ દિવસને ઓળખે રક્ષાબંધનના નામથી,
પણ ભાઈ કયારેય ન બોલાવે પોતાની બહેનને
સ્વાથૅના કામથી.

ભાઈ-બહેન વચ્ચે બની રહે પ્રેમ સદા,
અને રહે આ સંબંધનો સાથ સદા.

કોઇ દિવસ નહિ આવે આ સંબંધમાં દૂરી,
આ તહેવાર લઇને આવે ખુશીઓ પૂરી.

બહેનની વિદાય વખતે ભાઈ ખૂબ રડે છે,
પણ જો કોઈ તેની બહેન વિશે કંઇ પણ કહે તો
તે દુનિયાથી લડે છે.

બહેન હંમેશા પ્રાથૅના કરે છે કે મારો ભાઈ
હંમેશાં ખુશ રહે,
અને અમારો આ સંબંધ હંમેશાં અમર રહે.

એ ભાઈ હોય છે,

જેના કારણે બહેન નીડર ફરતી હોય,
પરંતુ સૌથી વધારે વિશ્વાસ પણ તેના પર હોય.

વીરા, તારી બહેનની રક્ષા કરજે,
અને જો ભૂલ થાય તો તેને ક્ષમા કરજે.

એટલે જ કહેવાયું છે કે,

” કોણ હલાવે લીમડી, કોણ જુલાવે પીપળી,
ભાઇની બે’ની લાડકી, ને ભઈલો ઝુલાવે ડાળખી.”

– સાક્ષી ઉપાધ્યાય

Sakshi Upadhya

 

 

Leave a Reply

%d bloggers like this: