પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુની જાહેરાત, સોશીયલ મીડીયા પર ખોટી રીતે સત્તાપક્ષ કાયદાકીય ધમકી આપે કરે તો સંપર્ક કરવો

સતાપક્ષ પોતાની સતાનો દુરુપયોગ કરી સામન્ય જનતાને હેરાન કરવાનાં કિસ્સા સામે આવી રહ્યા છે. ઘણીવાર શોશીયલ મીડીયા પર સરકારનો વિરોધ કરતાં નાગરિકો ને પોલીસ દ્વારા હેરાનગતિ થતી હોય છે આવા સમયે ઘણૂં સહન કરવાનું આવતું હોય છે ત્યારે હવે ગુજરાત ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુ દ્રારા ટ્વીટર પર એક પોસ્ટ કરી જણાવ્યું હતું કે આ રીતે જો કોઈને ખોટી રીતે હેરાન કરવામાં આવે તો અમારો સંપર્ક કરવો જેથી અમારા વકીલોની ટીમ ન્યાયની લડત લડશે.

સોશીયલ મીડિયા પર મર્યાદિત ભાષામાં રાજનીતિક ટિપ્પણીઓ કરનારા અને સત્ય ઉજાગર કરનારાઓ ને સત્તાપક્ષ દ્વારા કાયદાકીય ધમકી આપી પ્રતાડિત કરવામાં આવે તો કોઈ ડર રાખ્યા વગર મારી ઓફિસ
@OfficeOfSBapu
નો સંપર્ક કરવો, આપની ન્યાય ની લડાઈ અમારી વકીલોની ટીમ લડશે.

Email: officeofbapu@gmail.com

ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા જેવી રાજકીય કારકિર્દી ધરાવતા રાજકારણી કદાચ નહીં હોય. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને એનસીપી સુધીની તેમની લગભગ 50 વર્ષની કારકિર્દીના પડદા પર બળવો અને રિસામણાના કેટલાય નાટકીય ઍપિસોડ આવ્યા અને જતા રહ્યા.રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે શંકરસિંહ વાઘેલાનું રિસાઈ જવું જાણે કે રિવાજ રહ્યો છે. ભાજપમાં હોય કે કૉંગ્રેસમાં અને એ પછી એનસીપીમાં, ગુજરાતના રાજનેતાઓમાં રિસાઈ જવાનો રેકર્ડ તો ‘બાપુ’ના નામે જ છે.

Leave a Reply

%d bloggers like this: