PSIની ગંભીર બેદરકારી : આરોપી પકડાયાના 90 દિવસમાં ચાર્જશીટ રજૂ ન કરી, ફરજ મોકૂફ

અમદાવાદ : શહેરના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેકટર જે.જે. હળવદિયાને એક આરોપીની ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરવા બદલ ફરજમોકૂફ કરવાનો ઉચ્ચ અધિકારીએ હુકમ કર્યો હતો. પીએસઆઈ જે. જે હળવદિયાએ બીજા આરોપીની ધરપકડ કર્યાના 90 દિવસમાં પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી ન હતી. આરોપીને ડિફોલ્ટ બેલ મળી ગયા બાદ કોર્ટમાં પૂરવણી ચાર્જશીટ રજૂ કરી હતી. જેની ગંભીર નોંધ લેવાઈ હતી.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોધાયેલા ચોરીના ગુનામાં ડી સ્ટાફ પીએસઆઈ જે જે હળવદીયા દ્રારા આરોપી સલમાન ઉર્ફે ભુરેખાન પઠાણની 29 જાન્યુઆરી 2021ના રોજ ધરપકડ કરી હતી. આરોપીની 90 દિવસમાં ચાર્જશીટ રજુ કરવાની હોવા છતા પીએસઆઈએ ચાર્જશીટ રજુ કરી ન હતી. બીજી બાજુ આરોપીએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં 90 દિવસથી વધુનો સમય જેલમાં થઈ ગયો છે છતાં તપાસ અધિકારીએ સમયસર ચાર્જશીટ રજૂ કરી નથી. આરોપી કસ્ટડીમાં છે અને પોલીસની હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી તેથી જામીન મેળવવાનો હકદાર છે. તેવી અરજી કરી હતી. જેથી આરોપીને જામીન આપવામાં આવ્યા હતા. બીજી બાજુ પીએસઆઈએ તેમની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળી દાખવેલ હોવાનું જાણવા મળતા તેમને તેમની ફરજ પરથી મોકુફ કરવામાં આવ્યા છે. પોલીસે ભુરાને પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આરોપી વિરુદ્ધ પુરવણી ચાર્જશીટ કરવા ઉપર તપાસ જારી રાખીને આરોપી કોર્ટ કસ્ટડીમાં હતો. આરોપીની ધરપકડ થયાના 90 દિવસ કરતા વધુ સમય વીતવા છતાં પીએસઆઈ જે. જે. હળવદિયાએ સમય મર્યાદામાં ચાર્જશીટ કરી નહતી.

આ પણ વાંચો – જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની ધોળે દહાડે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને કરાઇ હત્યા

આરોપીના વકીલે ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 168(2)મુજબ ડીફોલ્ટ બેલનો લાભ મેળવવા માટે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવતા આરોપીને ડિફોલ્ટ બેલ મળી ગયા હતા. ત્યારબાદ કોર્ટમાં 12 મે 2021એ પુરવણી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ જોતા પીએસઆઈ જે. જે હળવદિયાએ સમયમર્યાદામાં પુરવણી ચાર્જશીટ નહી કરી ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનુ ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તેમને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

%d bloggers like this: