વડાપ્રધાનની હરકતો જોતાં જ ‘મિ. બીન’ કેમ યાદ આવી જાય છે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : ‘મિસ્ટર બીન’ની ઉટપટાંગ હરકતો જોઈને હસવું જ આવે. કોઈ ભાષાની જરુર નથી; પેટ ભરીને હસવા માટે. ‘Mr. Bean’માં માનવ વર્તનની વિચિત્રતાઓ જોવા મળે છે. મિ. બીનનું પાત્ર ભજવનાર Rowan Atkinson-રોવન એટકિન્સન છે. તે હાસ્ય અભિનેતા સાથે પટકથા લેખક પણ છે. તેમનો જન્મ 6 જાન્યુઆરી 1955 ના રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. તેણે MSc સુધી અભ્યાસ કર્યો હતો. તેમણે 1990માં મેકઅપ આર્ટિસ્ટ સુનેત્રા શાસ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. સુનેમાના પિતા ભારતીય હતા અને માતા બ્રિટિશ હતી. 2014માં એટકિન્સન અને સુનેત્રાએ છૂટાછેડા લઈ લીધા. એટકિન્સનને મોંધી કારનો શોખ છે.

મિસ્ટર બીનનું પાત્ર ટીવી ઉપર પ્રથમ વાર 1990માં દેખાયું હતું. ત્યારથી લઈને આજ સુધી તેમની ‘વિઝ્યુઅલ કોમેડી’ જગતમાં રાજ કરે છે. 200થી વધુ દેશોમાં મિસ્ટર બીનની સીરીઝ પ્રસારિત થઈ ચૂકી છે. સોશિયલ મીડિયામાં મિસ્ટર બીન લોકપ્રિય છે. મિસ્ટર બીનનું કેરેક્ટર એટલું ફેમસ બન્યું કે તેના ઉપર ફિલ્મ પણ બની. એટકિન્સનના અભિનયને ચાહનારા દુનિયાના દરેક દેશમાં જોવા મળે છે. બાળકોથી લઈને મોટા સુધી દરેક મિસ્ટર બીનના ફેન છે.

આ પણ વાંચો : જન્મનો દાખલો ન હોય તેમને સોંગદનામુ કરવું પડશે – RTE પ્રવેશ બાબતે

આજે ‘મિ. બીન’ને યાદ કરવાનું કારણ જુદું છે. સવાલ એ છે કે વડાપ્રધાનની હરકતો જોતાં જ મિ. બીન કેમ યાદ આવી જાય છે? મિ. બીનની ખાસિયત એ છે કે બીજાને મુશ્કેલીમાં મૂકીને પોતે છટકી જાય છે ! વડાપ્રધાનના 2014 પહેલાના જૂના ભાષણોના વીડિઓ જોઈએ ત્યારે ખડખડાટ હસવું આવે છે ! એ સમયે તેમણે, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે; ડોલરના મુકાબલે ગગડતા રુપિયા બાબતે; કાળાનાણા અંગે; બેરોજગારી અને મોંઘવારી બાબતે તત્કાલિન PM મનમોહનસિંહની આકરી આલોચના કરેલ હતી. 2014 પછી વડાપ્રધાન બનતા જ વિકાસ માટે ભાવવધારો જરુરી લાગે છે ! કાળાનાણા અને નોટબંધીના લાભો અંગે મૌનયોગ ચાલે છે ! ગગડતો રુપિયો/બેરોજગારી/મોંઘવારીની વાત નકલી દેશભક્તિએ ઢાંકી દીધી છે ! વડાપ્રધાનની હરકતો જોતાં જ મને તો મિ. બીનની ઉટપટાંગ હરકતો યાદ આવી જાય છે !rs

Leave a Reply

%d bloggers like this: