માનવ સેવામાં કાર્યરત સેડ્રા સંસ્થા દ્વારા, નડીયાદમાં જરુરીયાતમંદ  ૭૦ જેટલી વિધવા બહેનોને અનાજ, કરીયાણું ભેટ

નડીયાદ : તારીખ ૫/૬/૨૧ ના રોજ અમદાવાદ સ્થિત સેડ્રા પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના નામની સેવાભાવી સંસ્થાના પ્રમુખ શ્રી સંજય વિન્સેન્ટ તથા તેમના સ્ટાફ અંજુબન દિલીપ પરમાર તથા જયેશ સાગર ની ટીમ નડિયાદ ખાતે આવેલ સાલ્વેશન આર્મી સેન્ટ્રલ ચર્ચમાં નડીયાદ ડીવીઝનની ૭૦ જેટલી વિધવા બહેનોને રાશન કીટ અંદાજે ૧૨ કિલો વજનન પ્રત્યેક બહેનોને આપવામાં આવી હતી, આ પ્રસંગે સી એસ એલડીના હોદ્દેદારો સાથે સમાજ શ્રેષ્ઠીઓ તથા ચર્ચના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નડિયાદના વતની અને કેનેડા સ્થિત શ્રી જીતેન્દ્ર જોશી તથા ડો. કેપી રાજ ભારતી નો સહયોગ સરાહનીય રહ્યો હતો. પ્રાંત પતિ સાહેબે પ્રાર્થના કરાવી હતી અને શ્રી વિક્ટર ભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

Dendra

માનવ સેવાના ભેખધારી મનુ મહારાજ ( મનુભાઇ જોષી ) ની માનવસેવાની સુવાસ પુરા નડીયાદ અને ચરોતરમાં પ્રસરી ગઇ છે . કોરોના કાળમાં રાત-દિવસ અવિરત સેવા દરરોજના નિયમિતપણે ૧૦૦૦ ઉપરાંત ટીફીન સેવા, અંતિમ રથ સેવા, એબ્યુલન્સ સેવા, શ્રદ્ધાંજલિ કીટ સેવા, અંતિમ કીટ સેવા અનેક પ્રકારની સેવા આ જય માનવ સેવા પરિવાર નિઃશુલ્ક અને અપેક્ષા વિના અવિરતપણે કરી રહી છે. સેન્ટર ફોર એજ્યુ. ડેવલપમેન્ટ રીસર્ચ એન્ડ એકસન ( સેડ્રા સંસ્થા ) અમદાવાદ દ્વારા લોટ, ચોખા, દાળ, મસાલા જેવો કરિયાણા સામાન અર્પણ કરવામા આવ્યો. આ સમયે સંસ્થાના ડાયરેકટર સંજય વિલ્સન, પ્રોગ્રામ મેનેજર અંજુ સંજય વિલ્સન, હાઝેલ ભાટીયા, દિલીપ પરમાર, યોગેશ સાગર, જય માનવ સેવાના પૂ . મનુ મહારાજ, સમાજ શ્રેષ્ઠી ડો . કે . પી . રાજભારતી, ગૌતમ બ્રહ્મભટ્ટ, જીતુભાઇ જોષી હાજર રહેલ .

Leave a Reply

%d bloggers like this: