શાળા અને જીવન –  નૌતમ વાઘેલા

ભારતનું ભાવિ એનાં વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે – કોઠારી પંચ

નૌતમ વાઘેલા : આપણો બધાં નો અનુભવ છે કે શાળા માં ચોક્કસ સમયે અને ભણાવેલ કોર્સ માં થી જ પરીક્ષા લેવામાં આવે છે, છતાં કેટલાંક વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, કેટલાંકને ઓછા માર્ક્સ આવે છે.કેટલાક સારાં પર્સનટેઈઝ સાથે ખુશી મનાવે છે તો કેટલાક થોડા સમય દુઃખી થઈ ને સ્વસ્થ થઈ જાય છે.થોડા એવાં વિધાર્થીઓ પણ છે એને કોઈ ફરક જ પડતો નથી ! પાસ અને નાપાસ જેને સ્પર્શી ન શકે એ કાંઈ જેવી તેવી સિદ્ધિ ન કહેવાય ! સારાં પર્સનટેઈઝ એ સફળતા ની ગેરંટી નથી! આમપણ થિયરી સામે પ્રેક્ટિકલ જીતી જાય છે! નફરત, ધિક્કાર,સ્યુડો સાયન્સ અને આળસ એ રાજનીતિ અને શિક્ષણ નાં ભાગ બની જાય ત્યારે પણ તમારો આત્મા કકળી ન ઉઠે તો આપણે માનવ કહેવાને લાયક છીએ ખરા? આજે દેશનો સિનારિયો જોતાં આ વાતે બિલકુલ સંમત થશો.

આ પણ વાંચો – ’ખાન સર’ વાસ્તવમાં કોણ છે?

શાળા પહેલા શીખવીને પછી પરીક્ષા લે છે જ્યારે જીવનમાં પરીક્ષા અને પરીક્ષાઓની ભરમાર હોય છે ! છુપું પેપર !!!
જવાબ જાતે શોધવાના અને જાતે જ શીખવાનું, નહિતર કડક શિક્ષા જ થાય.કોઈ વિકલ્પો જ નહીં.વારુ ! જિંદગી આવું શા માટે કરતી હશે ? શાળેય પરીક્ષામાં જે અવ્વલ નંબરે પાસ થાય એ જિંદગી ની પરીક્ષામાં શા માટે નાપાસ થતાં હશે ? શું શાળેય શિક્ષણ જિંદગી નાં પાઠ, સંસ્કાર નહીં શીખવતી હોય ? આજનું શિક્ષણ એ વર્તમાન જીવન સાથે કેમ તાલમેલ સાધી શકતું નથી ? ક્યાંક પાયાની મોટી ભૂલ થઈ રહી છે.શુ આજનુ શિક્ષણ માત્ર પેટીયું રળતા જ શીખવે છે ? આટલી મહેનત કરવા છતાં આટલી હતાશા, નિરાશા અને ગુસ્સો કેમ જોવા મળે છે ? શિક્ષણ નું આઉટકમ જો નકારાત્મક હોય તો જરુર વિચારવું પડશે.શિક્ષણ ટેકનિક્સ શિખવે પણ જીવન જીવવાની કળા નથી શીખવતું એટલે જ શ્રી શ્રીઓ, જગતગુરુઓ અને મોટીવેશનલ ગુરુઓ નો રાફડો ફાટયો છે જે છેતરપિંડી સિવાય કશું નથી.

શાળા માં જે ભણવાનું આવ્યું એનો ઉપયોગ જિંદગીમાં ક્યારેય ઉપયોગ કરવાનો થયો જ નહિ સિવાય કે અક્ષરજ્ઞાન ! પૂસ્તક ની એક દુનિયા, શિક્ષક જે અર્થઘટન કરે એ બીજી દૂનિયા, બાળક ની સમજ બુદ્ધિ વાળી ત્રીજી દુનિયા,બાળક ઘરે જાય ત્યારે ચોથી દુનિયા અને બજારમાં જાય ત્યારે પાંચમી દુનિયા ! પંચમ દુનિયામાં બાળકો એટલાં અટવાઈ જાય કે કઈ દુનિયા સાચી ?બાળક મુંજાઈ ને પ્રશ્ર્ન પૂછે કે રસ્તો બતાવો ? તો ગુરુઓ એટલાં બધાં રસ્તાઓ બતાવે કે બાળક કન્ફ્યુઝ થઈ જાય.આ કેવાં પ્રકારનું શિક્ષણ છે ? શિક્ષક નૈતિકતા નાં પાઠ કઈ રીતે ભણાવી શકે ? શાળા ની ભીંત પર સરસ સૂત્રો હોય છે પણ એ વાંચી ને જ રાજી થવાનું ! વાસ્તવિક જીવનમાં એ ઠાલાં અને ખોખલા વચનો સાબિતી થાય છે. ક્યાં સુધી ભણવું ? અને ક્યાં સુધી કમાવું? એ સમય સંજોગો નક્કી કરે છે નહીં કે શિક્ષણ !

જે સમાજ સ્વાર્થ ને પોતાની રોજગારી સમજે, મહત્વકાંક્ષા નો પુજારી હોય, લોભ લોહીમાં ભળી ગયું હોય એ સમાજ બાળકો ને ક્યાં મોંઢે વિશ્ર્વ ગુરુ ની વાતો કરતો હશે ? જે સમાજ પણ શિક્ષણ ને ઈન્ડસ્ટ્રીઝ નો દરજ્જો આપતો હોય એ સમાજ કઈ રીતે પ્રાણવાન અને ઉર્જાવાન નાગરિકો પેદા કરી શકે ? શિક્ષણ
એક લાશ બની ગયું હોય જે માત્ર નિષ્પ્રાણ ઝોમ્બી કે રોબોટ જ પેદા કરે ! લાગણીશૂન્ય માણસો ની ભૂતાવળ ચારેકોર ફેલાયેલી હોય ત્યાં વેવલાવેડા ને ઘરેણું સમજતો આ સમાજ નું પતન હજારો દિશાએથી થાય તો નવાઈ નથી ! ચાલો, સાથે મળીને ચિંતન કરીએ અને ભાવિ પેઢીને આ દલદલથી બચાવીએ. ‘હોતી હૈ ઔર ચલતી હૈ’ જેવી માનસિકતા છોડીને , જાગૃત બની ને નવાં મૂલ્યો, નવાં રસ્તાઓ શોધીએ.શિક્ષણને જીવનલક્ષી કૌશલ્યો વિકસાવવા માં મદદ કરીએ.

એક આડ અસર : ‘ આત્મનિર્ભર ભારતે ગઈ સાલ ચાઈનીઝ રમકડાં અને નાની નાની ઈલોકટ્રોનિક્સ વસ્તુઓનું જાહેર માં દહન કર્યું હતું એ જ ભારતે હાલમાં બે કરોડ માસ્કસ ચાઈના થી આયાત કર્યા છે ! ટિકટોક જેવા અન્ય 267 જેવાં ચાઈનીઝ એપ્સ સોશીયલ મીડીયા માંથી ઉડાડી દઈ ને રાષ્ટ્રવાદી બની ગયા હતા એ આજે 2021મા ચાઇનામાં થી ઑક્સિજન કોન્સટ્રેટરસૅ અને ઑક્સિજન સિલિન્ડરો આયાત કરી રહ્યા છે ! ક્યાં ગઈ આત્મનિર્ભરતા ની વાતો ! આપણે કોઈ નાં હાથનાં રમકડાં તો નથી બની ગયાં ને ? આતો કેવું શિક્ષણ ? જ્યાં શિક્ષકોની અને વાલીઓ ની આવી હાલત હોય તો વિધાર્થીઓ ની તો શી વાત કરવી ? ક્યાં શિક્ષણ ની વાત કરવી ? ખરેખર આપણે શિક્ષિત છીએ ? મિત્રો, વિચારજો……!!!

છેલ્લે,

” શિક્ષા વો શેરની કા દૂધ હૈં……
જો પિયેગા……વો ગુર્રાયેગા જરુર…..!!! “

આપનું કેમનું છે ? આતો જસ્ટ પુંછીન્ગ એન્ડ

– નૌતમ વાઘેલા

Leave a Reply

%d bloggers like this: