સંજય રાઉતે ઉધ્ધવ ઠાકરેના જન્મ દિવસ પર કહ્યું દેશનુ નેતૃત્વ કરવા માટે સક્ષમ છે ઉધ્ધવ ઠાકર

  • મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકરેનો આજે જન્મ દિવસ છે. આજે તેઓ 61 વર્ષના થયા છે. જોકે ઉધ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિના કારણે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવવાનુ નક્કી કર્યુ છે.

પણ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આદત પ્રમાણે તેમના જન્મ દિવસ નિમિત્તે ચર્ચાસ્પદ નિવેદન આપી દીધુ છે. રાઉતે ઠાકરેના ભરપૂર વખામ કરતા કહ્યુ હતુ કે, ઉધ્ધવજી બધાને સાથે લઈને ચાલનારા નેતા છે અને ઉધ્ધવજી રાષ્ટ્રનુ નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. એ પછી તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, શું ઠાકરે દેશના વડાપ્રધાન બનશે ત્યારે સંજય રાઉતે જવાબ આપ્યો હતો કે, જોઈશું. દરમિયાન રાજકીય મોરચે તેની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એનસીપી પ્રમુખ શરદ પવારે આ નિવેદન પર કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રનો કોઈ વ્યક્તિ જો દેશનુ નેતૃત્વ કરશે તો મારા માટે ખુશીની વાત છે. દરમિયાન મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા અને ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડનવિસે પણ ઉધ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચો : વિકલાંગને દિવ્યાંગ નામ નહીં; શિક્ષણનો અધિકાર આપો !

૨૦૦૨માં ઠાકરેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં શિવસેનાના પ્રચાર પ્રભારી તરીકે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યાં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું. ૨૦૦૩માં તેઓ શિવસેનાના કાર્યકારી પ્રમુખ તરીકે નિમાયા હતા. ઉદ્ધવે ૨૦૦૬માં પાર્ટીના મુખપત્ર સામના (શિવસેના દ્વારા દૈનિક મરાઠી- ભાષાનું અખબાર)ના મુખ્ય સંપાદક તરીકે પદ સંભાળ્યું હતું અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનતા પહેલાં ૨૦૧૯માં રાજીનામું આપ્યું હતું. શિવસેનામાં ભાગલા પડ્યા જ્યારે તેમના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેએ ૨૦૦૬માં પાર્ટી છોડી દીધી અને તેમનો પોતાનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામનો પક્ષ રચ્યો. ૨૦૧૨માં તેમના પિતા બાલ ઠાકરેના અવસાન પછી, તેમણે પક્ષનું નેતૃત્વ કર્યું હતું અને ૨૦૧૩માં શિવસેના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, અને તેમના નેતૃત્વ હેઠળ શિવસેનાએ ૨૦૧૪ માં મહારાષ્ટ્રની એનડીએ સરકારમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *