ટ્વિટરે સંબિત પાત્રા પર ટૂલકિટ મામલે કોંગ્રેસ વિરુદ્ધ જૂઠ્ઠાણું ફેલાવા બદલ લીધા એક્શન – ફરીયાદ પણ થઈ

દેશમાં કોરોના સંકટની વચ્ચે કોંગ્રેસ અને ભાજપ કથિત ટૂલકિટને લઇને આમને-સામને આવી ગયા હતા. જોકે, આ વિવાદમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે મોટું પગલું ઉઠાવ્યું છે. ટ્વીટરે 18 મેના રોજ બીજેપી પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા કરવામાં આવેલી ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા ગણાવી છે. એટલે કે આ દાવો તથ્યાત્મક રુપે યોગ્ય નથી. સંબિત પાત્રાએ 18મેના રોજ એક ટ્વીટ કરી કહ્યુ કે સોમ્યા વર્માએ કોંગ્રેસ માટે ટૂલકિટ બનાવ્યુ છે અને અમારી પાસે આને સાબિત કરવા માટે અનેક પુરાવા છે. સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે ટૂલકિટના માધ્યમથી પીએમ મોદીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંબિત પાત્રાનો દાવો હતો કે કોંગ્રેસ એક પીઆર એક્સસાઈઝ કરી રહી છે. જેના માધ્યમથી કેટલાક બુદ્ધિજીવીઓની મદદથી સરકારની વિરુદ્ધ માહૌલ બનાવાયી રહ્યો છે. આ ટ્વીટમાં એક કાગળ શેર કર્યો જેમાં કોંગ્રેસનો લેટરહેડ હતો અને સોશિયલ મીડિયા પર કેવા પ્રકારની ટ્વીટ અને જાણકારી શેર કરવી જોઈએ તે અંગે જણાવ્યુ હતુ. ટ્વીટરે સંબિત પાત્રાના દાવાને લઇને હરકતમાં આવ્યું છે આ ટ્વીટને મેનિપુલેટેડ મીડિયામાં માર્ક કર્યુ છે. ટ્વીટરની નીતિ અનુસાર જો કોઈ માહિતીને ટ્વીટર કરવામાં આવી છે તેનો સોર્સ ચોક્કસ નથી અને ઉપલબ્ધ માહિતી ખોટી છે તો આ પ્રકારનું લેબલ લગાવવામાં આવે છે. આ લેબલ વીડિયો, ટ્વીટ, ફોટો અથવા અન્ય કોઈ પણ કન્ટેન્ટ પર લગાવવામાં આવે છે.

ટૂલકિટ વિવાદ કેસમાં ભાજપના જેપી નડ્ડા, સ્મૃતિ ઇરાની, સંબિત પાત્રા અને બી.એલ. સંતોષ વિરુદ્ધ કેસ નોંધાયો છે.

ટૂલકિટ વિવાદ હવે દિલ્હી થઈને રાજધાની જયપુર પહોંચ્યો છે. પીસીસી સેક્રેટરી જસવંત ગુર્જરે ટૂલકિટ વિવાદ કેસમાં ભાજપના રાષ્ટ્રીય જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે . ટૂલકિટ કેસ: શાંતનુની જામીન અરજી પર આજે સુનાવણી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પાર્ટીની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે. જસવંત ગુર્જરે પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે, આ નેતાઓએ એકબીજા સાથે મળીને ષડયંત્ર રચિને કોંગ્રેસ પક્ષના સંશોધન વિભાગના નામે ટૂલકિટનો બગડેલો દસ્તાવેજ બનાવીને પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યું છે. ભાજપના આ નેતાઓએ કોંગ્રેસ પાર્ટીની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે આ નેતાઓ વિરુદ્ધ જયપુરના બજાજ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. હાલ કોરોનાકાળમાં ભાજપે માનવ સેવાનું કામ કરવું જોઈએ. જસવંત ગુર્જરે કહ્યું હતું કે, હાલ કોરોના કાળમાં ભાજપે માનવ સેવાનું કામ કરવું જોઈએ, પરંતુ તે તેની કલંકિત છબીને તેજસ્વી બનાવવાની કોશિશમાં જૂઠ, દંભ અને કપટને આધારે કામ કરી રહી છે, જે આજ સુધી ભારતીય રાજકારણના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય થયું નથી.આ પણ વાંચોઃ ટૂલકિટ કેસ: અદાલત આજે નિકિતા જેકોબની જામીન અરજી પર સુનાવણી કરશે. ભૂતકાળમાં પણ આપત્તિ આવી ચૂકી છે જેમાં સત્તા અને વિપક્ષોએ ભેગા મળીને તેનો સામનો કર્યો છે. જસવંત ગુર્જરે કહ્યું કે, ચૂંટણીમાં વિજય-પરાજય આ પહેલા પણ થયો છે. ભૂતકાળમાં પણ આપત્તિ આવી ચૂકી છે. સત્તા અને વિપક્ષોએ ભેગા મળીને તેનો સામનો કર્યો છે, પરંતુ ભાજપ કેન્દ્રમાં સત્તાનો દુરૂપયોગ કરી રહી છે. રાજ્યમાં વિપક્ષી નેતા આક્ષેપો અને નિવેદનોનું રાજકારણ કરીને પોતાની છબિ બનાવવામાં અને અન્યની છબીને કલંકિત કરવામાં રોકાયેલા છે, જે યોગ્ય નથી. જનતા બધુ જોઈ રહી છે.

Leave a Reply

%d bloggers like this: