કોરોનાની પહેલી લહેર બાદ સરકાર, વહીવટી તંત્ર અને લોકો બેદરકાર બન્યા હતા : મોહન ભાગવત

ગયા મહિને ૧૦ એપ્રીલની આસપાસ મીડીયા રીપોર્ટ થી મળેલ માહિતી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોનાની લપેટમાં આવ્યા હતા. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે દેશમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું કે આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું જોઇએ. મોહન ભાગવત પોઝિટિવિટ અનલિમિટેડ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યુ કે કોરોના વાયરસની પહેલી લહેર બાદ સરકાર બેદરકાર બની હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલક મોહન ભાગવત એ લોકોને કોવિડ-19 ની સામે એક થઈે સકારાત્મક બનીને લડત આપવા અપીલ કરી હતી અને કહ્યું કે વાયરસની પ્રથમ લહેર બાદ સરકાર, વહીવટી તંત્ર અને જનતાની બેદરકારીને કારણે હાલની ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. પોઝિટિવિટિ અનલીમીટેડ વ્યાખ્યાન શ્રૃખલાને સંબોધન કરતા મોહન ભાગવતે કહ્યું કે, આ પડકારૂર સમયમાં બીજા લોકો પર આંગળી ઉઠાવ્યા કરતા આપણે બધાએ સાથે મળીને એક ટીમ બનીને કામ કરુ પડશે. તેમણે વધુમાં કહ્યું કે આપણે આ હાલની આ સ્થિતિની સામનો કરી રહ્યો છે તેની પાછળ ,સરકાર, વહીવટી તંત્ર અને જનતા તમામ કોવિડની પહેલી લહેર બાદ બેદરકાર બન્યા હતા જ્યારે ડોક્ટર દ્વારા આ અંગે સંકેતો આપવામાં આવી રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ત્રીજી લહેરની વાતો થઈ રહી છે. આપણે બધાએ એકસાથે રહીને કામ કરવું પડશે.

આ પણ વાંચો –AMC એક્શનમાં – કોરોના ગાઈડલાઈન્સનો ભંગ બદલ નારણપુરાનું ‘આનંદ દાળવડા સેન્ટર’ સીલ 

ભાગવતે વધુમાં કહ્યું કે, તમામ લોકોએ સકારાત્મક રહેવું પડશે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા તમામ લોકોએ પોતાને કોરોના વાયરસથી બચાવવા સતર્ક અને સાવઘાન રહેવું પડશે. તેમણે કહ્યું કે આ એકબીજા પર આંગળી કરવાનો સમય નથી. વર્તમાન પરિસ્થિતિઓ વિશે થોડુ વિચારવું જરૂરી છે. ભાગવતે કોરોના વાયરસ અંગે કહ્યું કે, જ્યારે સમસ્યા આવે છે ત્યારે ભારતના લોકો એકત્ર થઇને સમસ્યાનો સામનો કરે છે. તેમણે કહ્યું કે, લોકો જોણે છે કે કોરોના અમને ડરાવી નહી શકે. આપણે જીતવું પડશે. અને જ્યા સુધી જીતીએ નહી ત્યા સુધી લડતા રહેવું પડશે. તેમણે કહ્યું, થોડી પણ ગફલત થઈ વહીવટી તંત્રના લોકો અને સરકાર પણ ગફલતમાં આવી જેથી આ બીજી લહેર આવી છે. મોહન ભાગવતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો, જ્યારે એવું લાગ્યું કે બધું તેનાથી વિરુદ્ધ થઈ રહ્યું છે. ભાગવતે તત્કાલીન વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલનો હવાલો આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, “આ કાર્યાલયમાં કોઈ નિરાશાવાદ નથી, અમને હારની સંભાવનામાં કોઈ રસ નથી, તે અસ્તિત્વમાં નથી.” આપણે આ સ્થિતિમાં હિંમત ન હારવી જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *