પેટ્રોલના વધતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યા છે- નીતિન ગડકરી

દેશમાં આજે પેટ્રોલની કિંમતમાં ફરી વધારો જોવા મળ્યો છે. આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 28 પૈસા વધ્યો છે. આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત 101 રૂપિયાને પાર કરી ગઈ છે. જોકે આજે ડીઝલ 16 પૈસા સસ્તુ થયું છે. દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલ 101 રૂપિયા 23 પૈસા જ્યારે એક લિટર ડીઝલ 89 રૂપિયા 76 પૈસાએ પહોંચી ગેયું છે. શનિવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મારી નજરે ગુજરાત | ગીર જંગલનો અદ્ભુત વીડીયો લઈને આવી છે અદિતી રાવલ, શું તમે જોયો?

નીતિન ગડકરીએ કહ્યુ કે એથેનોલને ગાડીના ઇંધણ તરીકે ઉપયોગ પેટ્રોલની તુલનામાં ઓછી કેલેરી માન છતા ઓછામાં ઓછા 20 રૂપિયા પ્રતિ લીટર બચાવવામાં મદદ કરશે. ગડકરીનું મંત્રાલય આવનારા સમયમાં ફ્લેક્સ-ફ્યૂલ્સ એન્જિન સાથે જોડાયેલી નીતિની જાહેરાત પણ કરી શકે છે, જે ઓટો મોબાઇલ મેન્યુફેક્ચરર્સને તેમણે બનાવવા માટે ભાર આપશે. આવા એન્જિન એકથી વધુ ઇંધણ અને ઇંધણના મિશ્રણ પર પણ ચાલી શકે છે.

મંત્રીએ આગળ કહ્યુ કે એથેનોલ, મિથેનોલ અને બાયો-સીએનજી જેવા સ્વદેશી ઇંધણ બહારથી આવનારા ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ને ટક્કર આપશે અને આપણા ગ્રાહકો માટે સૌથી સારી કિંમત મેળવવાની આ એકમાત્ર રીત છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, તેમણે સરકારને અપીલ કરી છે કે તે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના વિસ્તારનું ખાનગીકરણ કરી દે, જે પહેલા જ ખોલવામાં આવી ચુક્યુ છે. નીતિન ગડકરી અનુસાર, અમે આ વિસ્તારની તમામ ખાનગી કંપનીઓ, જેમાં પીએસયૂ પણ સામેલ છે, આમંત્રણ આપ્યુ છે. અહી સુધી કે તમે એલએનજીની પણ આયાત કરી શકો છો.

વડોદરામાં પ્રીમિયમ પેટ્રોલનો ભાવ પ્રથમ વખત પ્રતિ લીટરે રૃા.૧૦૦ના ભાવને પાર કરી ગયો છે. સામાન્ય પેટ્રોલનો ભાવ પણ હવે 100 રૂપિયાની નજીક આવી રહ્યો છે. વડોદરાના પેટ્રોલપંપો પર આજે પ્રીમિયમ એટલે કે સ્પીડ અથવા પાવર પેટ્રોલ ૧૦૦.૩૫ રૂપિયાના ભાવે વેચાતું થયું હતું તેમજ સામાન્ય પેટ્રોલ ૯૭.૪૧ રૂપિયા અને ડીઝલ ૯૬.૪૮ રૂપિયાના ભાવે વેચાયું હતું.

Leave a Reply

%d bloggers like this: