‘ધર્મ અને ધમ્મ’ – અસ્મિતા પરમાર

અસ્મિતા પરમાર :-  ‘ધર્મ ‘ ધર્મ એક એવો શબ્દ છે, જેના અનેક અર્થ નીકળે છે. ધર્મની વ્યાખ્યા ક્યારેય નીચી રહી નથી તે સમયે સમયે બદલાતી રહી છે. એક સમયે જ્યારે કુદરતી ઘટનાઓ-દુર્ઘટના પર કાબુ મેળવવા માટે ‘જાદુ’ ટોણા-ટોકણા કરવામાં આવતા એ જાદુને લોકો ધર્મ સમજવા લાગ્યા. ત્યારબાદ ધર્મના વિકાસનો બીજો તબકો આવ્યો. આ સમયમાં વિશ્વાસ, ધાર્મિક, કર્મકાંડ, ધર્મસ્થાનો, પ્રાર્થનાઓ અને યજ્ઞ બલિઓના અર્થમાં ધર્મ સમજવામાં આવ્યો. ધર્મનો કેન્દ્ર બિંદુ એ વિશ્વાસથી શરૂ થાય છે કે કોઈ શક્તિ વિશેષ અસ્તિત્વમાં છે, જેના કારણે આ તમામ ઘટનાઓ ઘટે છે. જેને માણસ નથી જાણતો અને ન તેને સમજી શકે છે. આ સ્થિતિમાં જાદૂએ પોતાનું અસ્તિત્વ ખોઈ દીધું. શરૂઆતમાં આ શક્તિ નુકસાન કર્તા માનવામાં આવી, પરંતુ પછીથી માનવામાં આવવા લાગી કે તે પરોપકારી પણ હોઈ શકે છે. આગળ જતા આદ્યશક્તિ, ઈશ્વર, પમેશ્વર કહેવાઈ. ત્યારબાદ ધર્મનું ત્રીજુ ચરણ આવ્યું. જેમાં ઈશ્વરે આ સંસારની અને માણસની ઉત્પત્તિ કરી છે, તેવું માનવામાં આવ્યું. હવે ધર્મનો અર્થ થઈ ગયો છે ઈશ્વરમાં વિશ્વાસ, આત્મામાં વિશ્વાસ, ભૂલ, દોષ, આત્માનો સુધાર, ઈશ્વરની પૂજા, ધર્મ, અનુષ્ઠાન વગેરે કરીને ઈશ્વરને પ્રસન્ન કરવા.

ધમ્મ : તથાગત બુદ્ધ જેને ધમ્મ કહે છે તે મૂળરૂપે ધર્મથી બિલકુલ અલગ છે. તે બંનેમાં કોઈ સમાનતા નથી. બંનેમાં ખૂબ મોટું અંતર છે. ધર્મ વ્યક્તિગત ચીજ છે અને માણસને પોતાના સુધી સીમિત રાખવો તથા તેને સાર્વજનિક જીવનમાં પોતાની ભૂમિકા નિભાવવા દેવી ન જોઈએ. તેનાથી વિપરિત ધમ્મ એક સામાજિક વસ્તુ છે. તે મૂળ રૂપે અને જરૂરિયાત મુજબ સામાજિક છે. ધમ્ નો અર્થ જ સદાચરણ છે. જેનો અર્થ છે જીવનના દરેક ક્ષેત્રોમાં એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સારો સંબંધ. આ પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ વ્યક્તિ એકલો છે તો તેને ધમ્મ જરૂર નથી. પરંતુ બે વ્યક્તિ પરસ્પર સંબંધ બનાવી રહે છે તો તેને ધમ્મને જરૂર સ્થાન આપવું જોઈએ. ધમ્મ વિના સમાજનું કામ ચાલી શકે નહીં. તથાગત બુદ્ધના મતાનુસાર ધમ્મના બે આધારભુત તત્વ છે – પ્રજ્ઞા અને કરુણા. પ્રજ્ઞા શું છે ? શા માટે છે ? પ્રજ્ઞાનો અર્થ છે નિર્મળ બુદ્ધિ. તથાગત બુદ્ધ પ્રજ્ઞાને પોતાના ધમ્મના બે સ્તંભોમાંથી એક માને છે કારણકે અંધવિશ્વાસ માટે તેઓ ક્યાંય કોઈ સ્થાન છોડવા માગતા નથી. કરુણા શું છે? કરુણા શા માટે ? કરુણાનો અર્થ છે દયા, પ્રેમ. કારણ કે તેના વગર સમાજ ના તો જીવી શકે છે અને ના ઉન્નતિ કરી શકે છે. આ જ કારણ છે કે તથાગતે કરુણાને પોતાના ધમ્મનો બીજો સ્તંભ ગણાવ્યો છે. ધર્મનો ઉદ્દેશ શું છે અને ધમ્મનો ઉદ્દેશ શું છે? આ પ્રશ્નોનું નીચેના પ્રસંગમાં વર્ણન કરવામાં આવ્યું છે, સુનક્ખત લિચ્છવી અને તથાગત સંવાદ એક વખત સુનક્ખત લિચ્છવીએ તથાગતને કહ્યું કે “હવેથી હું તથાગતનો ત્યાગ કરુ છું, હવે હું તથાગતનો શિષ્ય નહીં રહું.” ત્યારે બુદ્ધ તેને પૂછે છે, “સુનક્ખત, શું મેં તને ક્યારેય કહ્યું હતું કે સુનક્ખત, તું આવ અને મારો શિષ્ય બની મારી પાસે રહે?”

આ પણ વાંચો – વડાપ્રધાનના પીઠબળ વિના ડોક્ટર્સ અને એલોપથી સામે આટલું ઝેર રામદેવ ઓકી શકે?

સુનક્ખત : “નહીં,આપે ક્યારેય એવું નથી કહ્યું.”
તથાગત : “અથવા તેં પણ ક્યારેય મને એ કહ્યું હતું કે તથાગત હું તમને મારો ગુરુ માની તમારા શરણોમાં રહીશ.”
સુનક્ખત, : “નહીં, આવું મેં ક્યારેય નથી કહ્યું”
તથાગત : “જો મેં તને ક્યારેય આવું નથી કહ્યું, તે મને ક્યારેય નથી કહ્યું તો શું હું છું અને શું તું છે, જો તું ત્યાગવાની વાત કરીશ. મૂર્ખ, વિચાર આમાં તારો પોતાનો એટલો દોષ છે.”
સુનક્ખત : ” પરંતુ આપે ક્યારેય મને મનુષ્યની શક્તિથી પરે કોઈ ચમત્કાર નથી બતાવ્યો.”
તથાગત : ” સુનક્ખત, મેં ક્યારેય એવું કહ્યું હતું કે તું આવી મને પોતાનો ગુરુ બનાવીશ, તો હું તને સામાન્ય મનુષ્યની શક્તિ પરે કોઈ ચમત્કાર બતાવીશ?”
સુનક્ખત : “ના, આપે ક્યારેય એવું નથી કહ્યું.”
તથાગત : “તે ક્યારેય મને એવું કહ્યું હતું કે તથાગત આપને પોતાનો ગુરુ સ્વીકાર કરું છું કારણકે આપ મને સામાન્ય માણસોની શક્તિથી પરે કોઈ ચમત્કાર બતાવશો?”
સુનક્ખત : “નહિ, મેં પણ ક્યારે આવું નહોતું કહ્યું.”
તથાગત : “જ્યારે મેં તને કંઇ નહતુ કહ્યું, તે મને કંઈ નહોતું કહ્યું, તો શું તું છે અને શું હું છું, જે તું મૂર્ખ વ્યક્તિ ત્યાગવાની વાત કરે છે. તું શું વિચારે છે! મનુષ્યની શક્તિથી પરે ચમત્કાર બતાવવામાં આવે કે ન બતાવવામાં આવે. હું જે ધમ્મનું શિક્ષણ આપું છું તે વ્યક્તિને બુરાઈના સમૂળા વિનાશની તરફ લઈ જાય છે.”
સુનક્ખત : “તથાગત, આપ ચાહે ચમત્કાર બતાવો ચાહે ના બતાવો, તથાગતની ધમ્મ-દેશનાનો એ જ ઉદ્દેશ્ય છે કે જે કોઈપણ તથાગતના ધમ્માનુસાર આચરણ કરશે તે બુરાઇનો નાશ કરી શકશે.”
તથાગત : ” સુનક્ખત, જ્યારે ધમ્મના ઉદ્દેશની દૃષ્ટિથી ચમત્કારનું કોઈ મહત્વ જ નથી કે ચમત્કાર બતાવવામાં આવે અથવા ન બતાવવામાં આવે, તો મારા માટે આ ચમત્કારના પ્રદર્શનનું શું મૂલ્ય ? હે મૂર્ખ હવે તું જ જો કે તેના માટે તું સ્વયં કેટલો દોષી છે.”
સુનક્ખત : “પરંતુ તથાગત, આપ મને સૃષ્ટિના આરંભનો ભેદ પણ નથી જણાવતા.”
તથાગત : ” સુનક્ખત, મેં તને ક્યારેય એવું કહ્યું હતું કે આવું તું મારો શિષ્ય બન, હું તને સૃષ્ટિનો ભેદ બતાવીશ?”
સુનક્ખત : “ના, આપે એવું નહોતું કહ્યું.”
તથાગત : “તો તે મને ક્યારેય એવું કહ્યું હતું કે હું જો તમારો શિષ્ય બની તો તમે મને સૃષ્ટિનો ભેદ બતાવશો?”
સુનક્ખત : “ના તથાગત, મેં પણ આવું ક્યારેય નહોતું કહ્યું.”
તથાગત : “જ્યારે મેં તને કંઈ નથી કહ્યું, તે પણ મને નથી કહ્યું તો હું શું છું અને તું શું છે, જો તું ત્યાગવાની વાત કરી રહ્યો છે. તું શું વિચારે છે, ચાહે હું સૃષ્ટિના આરંભનો ભેદ બતાવું, ચાહે ન બતાવું, શું આ જ ઉદેશ્ય છે જેના માટે હું ધમ્મની શિક્ષા આપતો રહું છું? જે પણ મારા ધમ્માનુસાર આચરણ કરશે, તે પોતાના દુઃખનો નાશ કરી શકશે.
તથાગત : “જ્યારે ધમ્મના ઉદ્દેશ્યની દ્રષ્ટિથી તેનું કોઈ મહત્વ નથી. ભલે સૃષ્ટિના આરંભનો ભેદ જણાવવામાં આવે અથવા ન જણાવવામાં આવે, તો તારા માટે તેનો શું લાભ છે કે સૃષ્ટિના આરંભનો ભેદ તને જણાવવામાં આવે?”
આ પરથી સાબિત થાય છે કે ધર્મનો સૃષ્ટિના આરંભથી સંબંધ હોઈ શકે છે પરંતુ ધમ્મનો બિલકુલ નથી.

તથાગત બુદ્ધના ધમ્મની પરિભાષા બસ આ જ છે. ધમ્મની પરિભાષા કેટલી ભિન્ન છે ! ઘણી પ્રાચીન હોવા છતાં પણ કેટલી આધુનિક છે. પ્રજ્ઞા અને કરૂણાનો એક અનોખો સંગમ એ તથાગતનો ધમ્મ છે. ધર્મ અને ધમ્મમાં માત્ર આટલું જ અંતર છે.

‘કોઈપણ વાતને એ માટે ન માનો કે આવું સદીઓથી થતું આવે છે, પરંપરા છે, કે સાંભળવામાં આવ્યું છે, એટલા માટે પણ ન માનો કે કોઈ ધર્મશાસ્ત્ર, ગ્રંથમાં લખ્યું હોય અથવા વધારેમાં વધારે લોકો તે માનતા હોય, કોઈ ધર્મગુરુ, આચાર્ય, સાધુ-સંત, જ્યોતિષ વગેરેની વાતને આંખ-મોઢું બંધ કરી ન માની લો. કોઈ વાતને માત્ર એટલા માટે પણ ન માનો કે તે તમારાથી કોઈ મોટું અથવા આદરણીય વ્યક્તિ કહી રહ્યું છે, પરંતુ દરેક વાતને પહેલા બુદ્ધિ, તર્ક, વિવેક, ચિંતન તેમજ અનુભૂતિની કસોટી પર તોળી, કસી, પારખી અને જો તે વાત પોતાના માટે, સમાજ તેમજ સંપૂર્ણ માનવ જાત માટે કલ્યાણ માટેની લાગે તો જ માનો.’
“સ્વંય પોતાનો દિપક બનો” -ગૌતમ બુદ્ધ

સંદર્ભ – The Buddh and his Dhamma
ખંડ : 4

સંકલન અને લેખન – અસ્મિતા પરમાર 

Leave a Reply

%d bloggers like this: