દેશમાં હાલ કોરોના વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. હવે આ મામલે સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સોમવારે સરકારે જાહેરાત કરી કે, દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોએ વેક્સિનેશન માટે હવે કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. લોકો સીધા સેન્ટર પર જઈ વેક્સિન લગાવડાવી શકે છે. મંત્રાલયે જણાવ્યું કે, 18 થી 44 વર્ષના લોકોએ વેક્સિન લગાવવા ઓનલાઈન એપોઈન્ટમેન્ટ નહીં લેવી પડે, જોકે રજીસ્ટ્રેશન જરૂરી રહેશે. જો તમે રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય સેન્ટર પર પહેલા તમારું રજીસ્ટ્રેશન કરાશે અને પછી તમને વેક્સિન આપવામા આવશે. મંત્રાલયે જણાવ્યું કે, ઓનલાઈન અપોઈન્ટમેન્ટ દરમિયાન ઘણા સ્થળોએ વેક્સિન બરબાદ થતી હોવાની માહિતી મળી હતી, જેથી એપોઈન્ટમેન્ટ સિસ્ટમ રદ કરવાનો નિર્ણય લેવાયો.
સરકારે વેક્સીનેશનના નિયમોમાં બદલાવ કર્યો છે, જેનાથી 18-44 એજ ગ્રુપના લોકોને ઘણી રાહત મળશે. હવે આ એજ ગ્રુપ માટે ઓનલાઇન નોંધણીની જરૂર નથી. નવા નિયમ અનુસાર, આ લોકો વેક્સીનેશન સેન્ટર્સ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઇ શકશે. આ સુવિધા સરકારી વેક્સીનેશન સેન્ટર્સ પર આપવામાં આવશે. કેન્દ્રએ આ નોટિફિકિકેશન તમામ રાજ્યોને મોકલી છે અને તેનાથી ઓન-સાઇટ એટલે ઘટનાસ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવા કહ્યુ છે. આ રાજ્યો પર છે કે તે પોતાને ત્યા આ સુવિધા શરૂ કરે છે કે નથી કરતા.
કેટલાક રાજ્યમાં વેક્સીન માટે સ્લોટ બુક કરવામાં આવ્યા બાદ પણ લોકો વેક્સીનેશન સેન્ટર પહોચતા નહતા. એવામાં વેક્સીન વેસ્ટેજના કેસ વધી રહ્યા હતા. આ રિપોર્ટ્સના આધાર પર જ કેન્દ્રએ આ નિર્ણય કર્યો છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારમાં લોકોએ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે શનિવારે વેક્સીનેશન પર એક પગલુ આગળ વધારતા ખાનગી અને સરકારી ઓફિસોમાં તેની મંજૂરી આપી હતી, તેના અનુસાર, સરકારી અને ખાનગી ઓફિસમાં એમ્પ્લોઇ સાથે તેના પરિવારજનોને પણ રસી લાગી શકશે. વધુમાં વધુ લોકોનું રસીકરણ થઇ શકે માટે કંપનીઓએ હોસ્પિટલ દ્વારા સીધી વેક્સીન ખરીદી શકશે.
ગુજરાતમાં હમણાં નિયમ લાગુ નહીં થાય
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી. વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
અત્રે નોંધનીય છે કે , કેન્દ્રએ આ સૂચના તમામ રાજ્યોને મોકલી છે અને તેમને સ્થળ પર નોંધણી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે . એ રાજ્યો પર આધાર રાખે છે કે તેઓ આ સુવિધા પોતાને ત્યાં શરૂ કરે છે કે નહીં .