સેક્યુલર દેશના વડાપ્રધાન આવી ભ્રષ્ટ/ગંદી/અંધશ્રદ્ધાયુક્ત હરકતો કરી શકે?

~ રમેશ સવાણી ( નિવૃત્ત આઇપીએસ અધિકારી )  13 ડીસેમ્બર 2021 ના રોજ વડાપ્રધાને વારાણસીમાં ‘કાશી વિશ્વનાથ કોરિડોર’ પ્રોજેકટનું ઉદ્ધાટન કર્યું. આ નિમિત્તે વડાપ્રધાન એક દિવસમાં ચાર વખત અલગ અલગ વેશભૂષામાં ટીવી સમક્ષ રજૂ થયા, જેના લોકોએ દર્શન કર્યા. એક્ટિવિસ્ટ/સુપ્રિમકોર્ટના એડવોકેટ પ્રશાંત ભૂષણના ટ્વીટ મુજબ વડાપ્રધાનના આ પ્રોજેક્ટ પાછળ 800 કરોડનો ખર્ચ થયો ! તેમણે બીજા એક ટ્વીટમાં જણાવેલ છે કે 2014માં દેશન ઉપર 53 લાખ કરોડનું દેવું હતું; જે 2019માં 115 લાખ કરોડનું અને 2021માં 135 લાખ કરોડનું થઈ ગયું છે !

થોડાં સવાલ : [1] શું સેક્યુલર દેશના વડાપ્રધાન/રાષ્ટ્રપતિ ધાર્મિક અંધશ્રદ્ધા મજબૂત કરે તેવા કોઈ કાર્યક્રમમાં ભાગ લઈ શકે? શું વડાપ્રધાન, વૈજ્ઞાનિક માનસ કેળવવાની બંધારણીય ફરજથી બંધાયેલ નથી? [2] આવા ધાર્મિક કાર્યક્રમ પાછળ સરકારી નાણા ખર્ચી શકે? અવતારી પુરુષની ઈમેજ ઊભી કરવા 800 કરોડનો ખર્ચ ભૂખમરાથી પીડિત દેશના વડાપ્રધાન કરી શકે? શું આ ભ્રષ્ટાચાર નથી? [3] વડાપ્રધાનની અંગત આસ્થા માટે જાહેર નાણાંનો આવો દુરુપયોગ થઈ શકે? [4] વડાપ્રધાનને વેશભૂષા બદલવા સિવાય કોઈ જરુરી કામ નહીં હોય? [5] વડાપ્રધાને ગંગામાં ડૂબડી લગાવી, ગંગામાં પુષ્પો પ્રવાહીત કર્યા અને તેના દ્રશ્યો દુનિયાને દેખાડવા માટે ખાસ આયોજન કર્યું ! જ્યારે ગંગામાં લાશો તરતી હતી, ત્યારે વડાપ્રધાન ક્યાં હતા? શું વડાપ્રધાન દેશમાં બેરોજગારી ઘટાડવા/કુપોષણ દૂર કરવા/સામાજિક સુરક્ષા વધારવા તરફ ધ્યાન ન આપી શકે? શું વડાપ્રધાનનું કામ માત્ર ગંગામાં ડૂબકી લગાવવાનું છે? શું વડાપ્રધાનની આવી ગંદી હરકતો દેશને 14મી સદીમાં નહીં લઈ જાય?

વડાપ્રધાન; જે ગુજરાત મોડેલના ખંભા ઉપર ચડીને વડાપ્રઘાનની ખુરશી સુધી પહોંચી ગયા, તે ગુજરાત મોડેલની સ્થિતિ શું છે? ગુજરાતની 6317 શાળાઓમાં હાથ ધોવાની સગવડતા નથી, 1713 શાળાઓમાં શૌચાલય નથી ! 197 શાળાઓમાં અસુરક્ષિત કૂવાઓમાંથી પાણી પીવું પડે છે ! શરમ ! શરમ ! સેક્યુલર દેશના વડાપ્રધાન આવી ભ્રષ્ટ/ગંદી/અંધશ્રદ્ધાયુક્ત હરકતો કરી શકે?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *