સેવા – રાજકોટમાં સ્મશાનમાં નાત-જાતના બંધન તોડી અગ્નિદાહની વિધી આ ખ્રિસ્તી યુવાન કરે છે

કોરોના સમયમાં અનેક લોકો વિવિધ પ્રકારે અલગ અલગ સેવાકાર્ય કરી રહ્યા છે. કોઈ જમાનાનું પુરું પાડે છે તો કોઈ ઓક્સિજન, હોસ્પિટલ, રેમદેસિવીર ઇન્જેક્શન, બેડ, જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અનેક સેવાભાવી લોકો સામે આવ્યા છે અને પોતાનું આ સેવા કાર્ય કરી રહ્યા છે આવા કપરા સમયે એક કિસ્સો એવો સામે આવ્યો છે જાણીને તમને નવાઈ લાગશે. હા જેમાં રાજકોટના સ્મશાનમાં અગ્નિદાહની વિધિ કોઈ હિંદુ વ્યક્તિ દ્વારા નહિ પરંતુ એક ખ્રિસ્તી વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહી છે. એ જોતાં કહીં શકાય કે આ ખરા અર્થમાં નાત-જાતના વાળાને ઓળંગ્યું છે અને અને સાચી માનવતા પ્રસ્થાપિત કરી છે. ત્યારે આપને વધુમાં જણાવી દઈએ કે, રાજકોટ માં રહેતા 40 વર્ષીય ખ્રિસ્તી જેમનું નામ વિલિયમ ડિસોઝા છે જેઓ ખાનગી ક્ષેત્રે નોકરી કરે છે. તેઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, તેઓ ખુબ જ ડરપોક છે અને કોઈને ઈન્જેકશન લગાડવામાં આવતું હોય તો તે પણ જોઈ શકતા નથી. ત્યારે તેમના શેઠ દ્વારા વાગુદળ ગામે જે 14 ખાટલાનું સ્મશાન શરૂ કરવામાં આવેલું છે, તેનું સંચાલન તેમના દ્વારા કરવામાં આવે છે, જેથી તેઓએ આ સેવા કાર્ય માટે પ્રેરિત કર્યા હતા, સાથો સાથ તેમના ઓફિસના અન્ય એક સભ્યએ પણ આ કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો.

આ પણ વાંચો – કેન્દ્ર તરફથી ગુજરાતને પૂરતો ઑક્સિજન મળતો નથી: ગુજરાત સરકારનું સુપ્રીમમાં સોગંદનામું

આથી વધુમાં તેઓએ કહ્યું હતું કે, કેવી રીતે અગ્નિદાહની વિધિનું કાર્ય તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું તેનો કોઈ જ ખ્યાલ નથી. પરંતુ જ્યારથી આ કાર્ય શરુ થયું છે તે સમયથી જીવનમાં પણ પરિવર્તન આવ્યું છે. સાથો-સાથ ઘણી ખરી વખત ઘણા મૃતદેહ જયારે ખાટલા પર રખાયા હોય તે સમયે યોગ્ય રીતે લાકડા ન રાખતા હાથ સહિતના અંગો લટકી પડતા હોય છે ત્યારે તે સમયે પણ તેને ફરી સરખા કરી યોગ્ય રીતે ગોઠવામાં આવે છે. ઘણી વખત તો સ્વજનોને ફૂલ પણ તેઓ જ આપે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મૃતદેહની સાથે લોકો અને તબીબો પણ પીપીઈ કીટ પહેરીને ઊભા હોય તે સમયે કોઈ ડર રાખ્યા વગર માત્ર માસ્કના સહારે જ અગ્નિદાહ આપવમાં આવે છે. તેઓએ કહ્યું કે આ સમય નાત-જાતને ભૂલી એક બીજાની સાથે ઉભા રહેવાનો છે. ત્યારે પરિવાર અને સમાજના લોકો દ્વારા પણ કરેલા કાર્યને બિરદાવવામાં આવે છે અને વધુને વધુ સેવા કરવા પ્રેરિત પણ કરે છે. આમ એક ખ્રિસ્તી વ્યક્તિ નાત જાત ના બંધનો તોડી માનવતાનું કાર્ય કરી રહ્યો છે ત્યારે આપણે પણ તેને બીરદાવો જોઈએ. એ ખુબ અભિનંદન ને પાત્ર છે.અને સમાજને પણ તેનું ગૌરવ છે.

Leave a Reply

%d bloggers like this: