“મોદી સરકારના વિકાસની એવી સ્થિતિ છે કે જો કોઇ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે તો મોટા સમાચાર બની જાય છે.”

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. શુક્રવારે એટલે કે 18 જૂન, 2021માં ઓઇલ માર્કેટિગ કંપનીઓએ ફરી ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારે પેટ્રોલના ભાવમાં 28થી 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 26થી 27 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દેશના કેટલાક જિલ્લામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની પાર જતી રહી છે. કેટલાક જિલ્લા એવા છે જ્યા પેટ્રોલ 107 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યુ છે. આ વધારા બાદ મુંબઇમાં પેટ્રોલ 103 રૂપિયા ઉપર પહોચી ગયુ છે. 4 મે બાદ દેશમાં અત્યાર સુધી 27 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવી ચુક્યા છે. આ વધારાને કારણે પેટ્રોલ 4 મે બાદ અત્યાર સુીદ 6.61 રૂપિયા પ્રતી લીટર મોંઘુ થઇ ગયુ છે. બીજી તરફ ડીઝલના ભાવ આ સમયમાં 6.91 રૂપિયા પ્રતિ લીટર મોંઘા થઇ ચુક્યા છે.

આ પણ વાંચો : હદ છે, ઓઢવ પોલીસની ગુંડાગીરી – કોઈ વાંક વગર યુવકને ઢોર માર માર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિરૂદ્ધ સતત પ્રહાર કરી રહ્યા છે. કોરોના રસીકરણ અભિયાન હોય કે કોરોના મહામારીને નિયંત્રીત કરવામાં સરકારની નિષ્ફળતા કે પછી જરૂરી દવાની કાળા બજારી કે ઇંધણની કિંમતમાં સતત વધારાની ઘટના. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને દરેક મુદ્દા પર આડે હાથ લીધી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યુ, “મોદી સરકારના વિકાસની એવી સ્થિતિ છે કે જો કોઇ દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે તો મોટા સમાચાર બની જાય છે.”

Leave a Reply

%d bloggers like this: