દેશને પીએમ આવાસ નહીં, શ્વાસ જોઈએ! – રાહૂલ ગાંધી વિસ્ટા પ્રોજેક્ટ પર વિવાદ

હાલ પૂરો દેશ કોરોના સંકટની ઘડીમાં ઓક્સીજન અને હોસ્પિટલમાં બેડની અછતને લઈને લોકો લડી રહ્યા છે ત્યારે વિપક્ષે ફરીથી સરકાર પર નિશાન સાધ્યું છે. કહ્યું દેશને આવાસ નહીં શ્વાસની જરૂર છે. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના સતત વિવાદોમાં ફસાતી જણાઈ રહી છે. દિલ્હીમાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ છે પરંતુ કોરોના કાળમાં તેને રોકવાની માંગણી જોર પકડી રહી છે. ગત શુક્રવારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીકર્તાએ ભાર આપીને કહ્યું છે કે, સમયની ગંભીરતા સમજીને આ પરિયોજના હાલ પૂરતી રોકી દેવી જોઈએ.

એક તરફ દેશ કોરોના સંક્રમણની બીજી લહેર સામે ઝઝુમી રહ્યો છે તો બીજી બાજુ સેનટ્રલ વિસ્ટા પરિયોજનાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓએ આ અંગે સવાલ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, દેશને PM આવાસ નહીં શ્વાસ જોઈએ.

રાજપથ પરના આશરે 2.5 કિમી લાંબા રસ્તાને સેન્ટ્રલ વિસ્ટા કહેવામાં આવે છે. ઈન્ડિયા ગેટથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીના સેન્ટ્રલ વિસ્ટા માર્ગમાં આશરે 44 ઈમારતો આવે છે. તેમાં સંસદ ભવન, નોર્થ બ્લોક, સાઉથ બ્લોક વગેરેનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઝોનને રિ-પ્લાન કરવામાં આવી રહ્યો છે જેનું નામ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ રાખવામાં આવ્યું છે. તેનો ખર્ચો આશરે 30,000 કરોડ રૂપિયા થયો છે. વિસ્ટા પ્રોજેક્ટમાં જૂના ગોળાકાર સંસદ ભવનની સામે 13 એકર જમીન પર નવા ત્રિકોણાકાર સંસદ ભવન બનશે. આ જમીન પર પાર્ક, અસ્થાયી નિર્માણ અને પાર્કિંગ છે. આ બધું હટશે. નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાના માટે એક એક ઈમારત બનશે પણ સેન્ટ્રલ હોલ નહીં બને.

Leave a Reply

%d bloggers like this: