ગૂજરાતમાં વિવાન અને ધૈર્યરાજ ને જે બિમારી છે એજ બિમારી થી પીડીત મહારાષ્ટ્રની એક બાળકી જેના માટે પણ લોકોએ દિલ ખોલીને દાન કર્યું હતું. અને ૧૬ કરોડ રૂપિયા ભેગ કર્યા હતાં. રવિવારે (1 ઓગસ્ટ) સાંજે રમતા સમયે વેદિકાને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. એટલે તેને તરત જ હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ દેવિકાનો જીવ બચી ન શક્યો. વેદિકા આ દુનિયાને જોયા પહેલા જ જતી રહી છે. વેદિકાની સારવાર માટે તેના માતાપિતાએ ક્રાઉડ ફન્ડિંગ (Crowd funding) દ્વારા 16 કરોડ રૂપિયા જમા કર્યા હતા. વેદિકાનો જીવ બચાવવા માટે તેના માતાપિતાએ ખૂબ જ મહેનત કરી હતી. આટલી મોંઘી વેક્સિન લીધા પછી પણ વેદિકાનો જીવ ન બચતા તેના માતાપિતા સહિત અનેક લોકો આઘાતમાં સરી પડ્યા છે.
વેદિકા Spinal Muscular Atrophy નામના આનુવંશિક રોગથી પીડાતી હતી. જ્યારે તેના માતા પિતાને આ વિશે ખબર પડી ત્યારે તેઓ ગભરાઈ ગયા. પણ પછી હિંમત હાર્યા વિના, તેણે નક્કી કર્યું કે તે કંઈ પણ કરશે અને વેદિકાની સારવાર કરાવશે. આ રોગની સારવાર માટે 16 કરોડનું ઈન્જેક્શન ખરીદવું પડે છે.એક પછી એક તેણે 16 કરોડ પણ કોઈ રીતે જમા કરાવ્યા. અને જૂન મહિનામાં વેદિકાને પુણેની ખાનગી હોસ્પિટલમાં Zolgensma નામની મોંઘી રસી આપવામાં આવી હતી. આટલા પ્રયત્નો પછી પણ વેદિકાનો જીવ ન બચતા હાલ,પૂણે સહિત આસપાસના વિસ્તારોમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે.
દિકરીની સારવાર માટે માતા -પિતાએ ક્રાઉડ ફંડિંગ (Crowd Funding)દ્વારા 16 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. ફંડ એકઠું કરવા માટે આ માતા -પિતાએ પોતાની પૂરા પ્રયત્નો લગાવી દીધા હતા. ભગવાનનો આભાર માન્યો કે તેણે તેના પ્રેમની નિશાનીનું જીવન પાછું આપ્યું. પણ તેને શું ખબર હતી કે જે વેદિકા તેને પ્રિય છે, તે ભગવાનને તેના કરતા વધારે પ્રિય હશે.
લોકો પાસેથી 16 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા અને બાદમાં આ મોંધુ ઈન્જેક્શન(Injection) વેદિકાને આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, પુણેની (Pune) બાજુમાં આવેલા પિંપરી-ચિંચવાડમાં રહેતી માસૂમ વેદિકા શિંદેને નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ માસુમનો જીવ બચાવી શકાયો નહિ. રવિવારે સાંજે રમતી વખતે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
વેદિકા Spinal Muscular Atrophy નામની આનુવંશિક બિમારીથી (Genetic disease)પીડાતી હતી.આ બિમારીની સારવાર માટે 16 કરોડનું ઇન્જેક્શન ખરીદવું પડે છે. વેદિકાના માતાપિતાએ પણ મહામહેનતે 16 કરોડ રૂપિયા જમા કરાવ્યા અને જૂન મહિનામાં વેદિકાને Zolgensma નામની વેક્સિન આપવામાં આવી હતી. પરંતુ, પ્રયત્નો પછી પણ વેદિકાનો જીવ બચાવી શકાયો નહિ.પુણેની (Pune) બાજુમાં આવેલા પિંપરી-ચિંચવાડમાં રહેતી માસૂમ વેદિકા શિંદેને નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ માસુમનો જીવ બચાવી શકાયો નહિ. રવિવારે સાંજે રમતી વખતે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થ ખસેડવામાં આવી હતી.પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવી હતી.