પ્રોડ્યુસર અને મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ એટેકથી નિધન

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થયુ છે. રિપોર્ટ અનુસાર હાર્ટ એટેકને કારણે રાજનું નિધન થયુ છે. રાજે રવિવારે જ મિત્રો સાથે પાર્ટી કરી હતી, તેમણે સોમવારે મંદિરા અને મિત્રો સાથે તસવીર શેર કરીને જણાવ્યુ હતું કે તેમનો રવિવાર શાનદાર રહ્યો. રાજ ડિરેક્ટર, પ્રોડ્યૂસર હતા. રાજે પ્યાર મે કભી કભી, શાદી કા લડ્ડુ અને એન્થની કોણ હૈ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. આ સિવાય તેમણે માય બ્રધર નિખિલ, શાદી કા લડ્ડુ અને પ્યાર મે કભી કભીને પ્રોડ્યૂસ પણ કરી છે.

આ પણ વાંચો : ફેશન અને સ્ટાઇલનો વ્યક્તિ સાથે સીધો સંબંધ છે. : અભિનેત્રી જીજ્ઞા ગોસ્વામી

મંદિરા અને રાજના લવ મેરેજ હતા. બન્નેએ 1999માં લગ્ન કર્યા હતા અને પછી વર્ષ 2011માં બન્ને પુત્ર વીરના પેરેન્ટ્સ બન્યા હતા. મંદિરા અને રાજ બાળકો સાથે લાઇફ એન્જોય કરી રહ્યા હતા.મંદિરા અને રાજ જે પહેલાથી એક પુત્રના પેરેન્ટ્સ હતા તેમણે ગત વર્ષે જ દીકરી ખોળે લીધી હતી. રાજ અને મંદિરાની લાઇફમાં દીકરી આવતા ઘણા ખુશ હતા, તેમણે સોશિયલ મીડિયા પર તમામને પોતાની દીકરી સાથે મુલાકાત કરાવી હતી. મંદિરા અને રાજે દીકરીના નામ બાદ બન્નેની સરનેમ લગાવી હતી જેનું આખુ નામ તારા બેદી કૌશલ છે.

Leave a Reply

%d bloggers like this: