પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાંખવાની ધમકી મળી, આરોપીની ધરપકડ 22 વર્ષનો સલમાન

દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી 22 વર્ષના સલમાને આપી છે. ગઈ કાલે રાતે 22 વર્ષના સલમાને પોલીસને જ કોલ કરીને કહ્યું કે તે પીએમ મોદીને જાનથી મારી નાખશે.દિલ્હી પોલીસે આરોપી સલમાનની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સલમાન નશો પણ કરતો હતો પરંતુ મામલો પીએમ સાથે જોડાયેલો છે. માટે દિલ્હી પોલીસની સાથે સાથે સિક્રેટ બ્યુરો પણ આરોપી સલમાનની પુછપરછ કરશે.

આ પણ વાંચો: સામાન્ય‌ વાત જીંદગીની – કેતન પટેલિયા “અદ્રશ્ય”

હત્યા કરવાની ધમકી આપનાર શખ્સ સલમાન ઉર્ફે અરમાનને દિલ્હી પોલીસે ખજૂરી ખાસથી ઝડપી લીધો હતો. 22 વર્ષના આ યુવાન આરોપી સલમાને PCR માં ફોન કરી વડાપ્રધાન મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. પોલીસે આ નંબર ટ્રેસ કરતા આ વ્યક્તિ ખજૂરી ખાસ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું અને પોલીસે આ માહિતીને આધારે ધમકી આપનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ સલમાન ઉર્ફે અરમાન તરીકે થઈ છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે જેલ જવાની ઇચ્છા રાખતો હોવાથી તેણે PM MODI ની હત્યા કરવાની ધમકીનો ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે તે વ્યસની છે અને તેને બાળ સુધાર ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અધિકારીઓના મતે આરોપી સલમાનને હત્યાના કેસમાં વર્ષ 2018 માં બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસનું કહેવું છે કે,”આરોપીએ કોલ કરીને કહ્યું- હું મોદીને મારી નાખીશ.” પોલીસને ખબર પડી કે આરોપી જામીન પર જેલની બહાર આવ્યો છે. તેના વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં પહેલા જ કેસ ચાલી રહ્યો છે. આરોપીએ શરૂઆતી પુછપરછમાં જણાવ્યં કે તેને જેલની અંદર આવવું હતું માટે મજબુરીમાં પોલીસને કોલ કર્યો હતો.દિલ્હી પોલીસે આરોપી સલમાનની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ તેની પુછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સલમાન નશો પણ કરતો હતો પરંતુ મામલો પીએમ સાથે જોડાયેલો છે. માટે દિલ્હી પોલીસની સાથે સાથે સિક્રેટ બ્યુરો પણ આરોપી સલમાનની પુછપરછ કરશે.

Leave a Reply

%d bloggers like this: