રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તી કરી

ક્યા રાજ્યના ગવર્નર બદલાયા

 • થાવરચંદ ગહેલોત- કર્ણાટક
  હરીબાબુ કંભમપતિ- મિઝોરમ
  મંગુભાઇ પટેલ- મધ્ય પ્રદેશ
  પીએસ શ્રીધરન પિલ્લાઇ- ગોવા
  સત્યદેવ નારાયણ આર્યા- ત્રિપુરા
  રમેશ બૈસ- ઝારખંડ
  બંદારુ દતાત્રેય- હરિયાણા

મોદી કેબિનેટના વિસ્તાર વચ્ચે મધ્ય પ્રદેશ-કર્ણાટક સહિતના રાજ્યના ગવર્નર બદલવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 8 રાજ્યમાં નવા રાજ્યપાલની નિયુક્તી કરી છે. ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલને મધ્ય પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે. કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થતા કર્ણાટકમાં થાવરચંદ ગહેલોતને ગવર્નર બનાવવામાં આવ્યા છે.

આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશના જ રાજ્યપાલ

આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના ગવર્નર પદેથી મુક્ત થયા છે. ગુજરાતના પૂર્વ મંત્રી મંગુભાઇ પટેલને મધ્ય પ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે. યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પાસે મધ્ય પ્રદેશનો પણ ચાર્જ હતો. હવે મધ્ય પ્રદેશને રેગ્યુલર ગવર્નર મળ્યા છે.

કર્ણાટકના ગવર્નર તરીકે વજુભાઇ વાળાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. વજુભાઇ વાળા ગુજરાત પરત આવશે.

મંગુભાઇ છગનભાઇ પટેલ મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તે નવસારી અને ગણદેવી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. મંગુભાઇ ગુજરાત સરકારની કેબિનેટમાં વન મંત્રી રહી ચુક્યા છે. લાલજી ટંડનના નિધન બાદથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મધ્ય પ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા હતા. મંગુભાઇ પટેલ જનસંઘના સમયથી કાર્યકર્તા તરીકે કાર્યરત હતા. તે ગુજરાત ભાજપ પાર્લિયામેન્ટ્રી બોર્ડના સભ્ય અને પ્રદેશ સંગઠન મહામંત્રી રહી ચુક્યા છે.

Leave a Reply

%d bloggers like this: