દલિત અત્યાચાર રોકવા માટે સત્તા ‌જોઈએ, અને સત્તા એટલે BSP

 નેલ્સન પરમાર – ભારતમાં દલિત અત્યાચારનો ભોગ તો વર્ષોથી એક સમાજ બનતો આવ્યો છે. અને આઝાદીના આટલાં બધાં વર્ષો પછી પણ ક્યાંક ને ક્યાંક ભોગ બની જ રહ્યો છે. આપણે કોંગ્રેસ અને ભાજપ બન્નેની સતાનો લાભ લઈ ચુકેલા લોકો છીએ એટલે અનુભવથી એટલું તો કહી જ શકાય કે બન્ને પાર્ટી સરખી જ છે આ બાબતે, સંવિધાન હોવા છતાં પણ હજૂ સંવિધાન બરોબર લાગુ કરવામાં બન્ને પાર્ટી નિષ્ફળ ગઈ છે એ દેખીતું છે. એમાં પણ ગુજરાતમાં પાછલાં કેટલાય સમયથી દલિત અત્યાચારની ઘટનાઓ વધી છે પણ એટલું જ નહીં પણ આવી ઘટનાઓ ન્યાય પણ નથી મળ્યો, ન્યાય આપવામાં પણ ભાજપની સરકાર નિષ્ફળ રહી છે અને ભાજપ પ્રત્યે સખત નારાજગી છે. બીજું બાજું કોંગ્રેસ પણ વિપક્ષમાં હોવા છતાં દલિત અત્યાચાર સમયે ચુપ રહીને સરકારને મુક સમર્થન આપતી હોય એમ જ છે. એટલે જો તમને એમ લાગતું હોય કે સતા પરિવર્તન થાય અને ભાજપ/ કોગ્રેસની સરકાર આવશે ને દલિત અત્યાચાર અટકી જશે તો એ પણ એક વહેમ છે એમ જ સમજવું. ભાજપ/ કોગ્રેસ બન્ને પાસે એમના જ એટલાં બધાં ડંખા છે કે તમને તો ભુલી જ જશે, હા, ચુંટણી સમયે તમારી યાદ આવે એ શક્ય છે. ભાજપ/કોગ્રેસમાં આજે પણ દલિત સમાજના ધારાસભ્ય છે જ, તમારી સમસ્યા માટે કે તમારા કોઈ મેટરમાં કોઈ ધારાસભ્ય આવીને ઉભા રહ્યાં હોય એવું થયુ છે? જે છે એજ નથી આવતાં તો બીજા તો ક્યાંથી આવશે?

આ પણ વાંચો – સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નહીં અટકે, દિલ્હી હાઈકોર્ટે ફગાવી અરજી, અરજીકર્તાને રૂ. 1 લાખનો દંડ

દલિતો પર અત્યાચાર બંધ કરવા હશે તો સતા પોતાનાં હાથમાં લેવી જ પડશે, અને અત્યારે સારામાં સારો ઉપાય બસપા ( BSP ) ને આગળ કરવાની જરૂર છે. એ એક જ એવી પાર્ટી છે જે ગુજરાતમાં સતા પર આવે તો ગુજરાતની શકલ-સૂરત બદલાય શકે છે અને એટલુ જ નહી પણ દલિતો પર થતાં અત્યાચાર પણ અટકી જશે, મુખ્ય વાત એજ કે ન્યાય માંગનાર નહીં ન્યાય આપનાર બનવું પડે. અને એનું ભવિષ્ય મને BSP માં દેખાય રહ્યું છે. સૌથી વધારે બસપાની મને ગમતી બાબત હોય તો એમનો કોઈ ચુંટણી ઢંઢેરો નથી, પણ સંવિધાનનું ૧૦૦‰ અમલીકરણ થાય એ વાત છે. મોટાભાગની સમસ્યા સંવિધાનનું અમલીકરણ નથી થતું એજ છે અને બસપા પાર્ટી સંવિધાનનું અમલીકરણ કરાવી શકે છે..

~ વિકલ્પ BSP જ કેમ ?

વિકલ્પ બસપા જ કેમ, એનું પણ કારણ છે કે, અન્ય પાર્ટીઓ પોતપોતાની રીતે ચુંટણી સમયે વચનો આપી એ વચનો પુરા કરાવમાં નિષ્ફળ રહે છે. પણ બસપા કહે છે અમે ૧૦૦‰ સંવિધાનનૂં પાલન કરાવીશું, અત્યાચાર હોય, કે વિકાસની વાત એ ત્યારે જ શક્ય બને જ્યારે સંવિધાનનું પાલન થાય, પ્રજા ત્યારે જ ખુશ રહે જ્યારે, કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, રોજગારી, બેરોજગારી, મેડીકલ સેવાઓ જેવી સુવિધા યોગ્ય મળતી હોય પણ હાલ એવું કંઈ થતું નથી. કાયદો વ્યવસ્થા તો સાવ ખાડે ગયેલી છે એમ કહી શકાય, પોલીસને જોઇને પ્રજા ડરવાને બદલે સેફ્ટી અનુભવશે ત્યારે જ સાચું શાશન લાગુ થયું કહેવાશે. આપણે મુખ્ય મુદ્દા પર આવીએ તો દલિત અત્યાચાર, હા, બસપા પાર્ટી વિશે બધાને માહિતી છે જ એ કોની પાર્ટી છે અને માયાવતી કોણ છે. અને એ પણ સત્ય છે કે, જ્યાં સતામાં છે ત્યાં સંવિધાનનું પાલન કરાવે છે. આપ પાર્ટીને આપણે વિકાસની દષ્ટીએ જોઈ શકીએ કે એ વિકાસ કરી શકે છે. પણ રાજકારણમાં ગદબદેલી જ છે. એમના ધારાસભ્યો પણ વેંચાઈ શકે એ શક્યતાં છે જ, અને સાચો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે અત્યાચાર બંધ થાય, અને બસપા એ દલિત અત્યાચાર જ નહીં, પણ સંવિધાનના અમલ હેઠળ બધાં જ સમાજના લોકો પર થતાં અત્યાચાર અટકાવી શકે છે. એટલે હાલના સમયમાં બસપા એક જ વિકલ્પ દેખાય છે જે ગુજરાતમાં પરીવર્તન લાવી શકે છે. અને એ પણ યોગ્ય દિશામાં…!

આ પણ વાંચો – હવે ચીનમાં પડશે પ્રોપર્ટીના ત્રણ ભાગ આખરે ચીને સરકારે 3 બાળકોની નીતિને આપી મંજૂરી

~ બસપાનું નેતૃત્વ અને અન્ય પાર્ટીઓનું…..!

કોઈપણ પાર્ટીમાં સૌથી મહત્વનું છે કે પાર્ટીનું નેતૃત્વ ગુંડાઓના હાથમાં ન હોવું જોઇએ, પણ આપણે જોઇએ તો મોટાભાગની પાર્ટીઓનો નેતાઓ ક્રિમીનલ રેકોર્ડ ધરાવે છે. હવે ખુદ ક્રિમીનલ હોય એ કેવી રીતે જનતાને ન્યાય આપી શકે. બીજુ કે કોંગ્રેસ, ભાજપ, કે આપ ના નેતાઓ પાર્ટી ને કમિટેડ ખરા? કોઈપણ પાર્ટીમા રહીને પછ પાર્ટી નહી બદલે એ ભરોસો અપાવી શકે? જો એમ ન થાય તો જનતા સાથે વિશ્વાસઘાત જ કહેવાય ને, એની સામે બસપાની વાત કરીએ તો એમની પાસે કમિટેડ નેતાઓ છે. જે પાર્ટીઓ બદલે તોય પાર્ટી કાર્યવાહી કરી શકે છે. ક્રિમીનલ વ્યક્તિઓેને ટીકીટ આપતાં હોય એવું ધ્યાનમાં નથી. ( કોર્ટે સજા કરેલી હોય એને ક્રિમીનલ કહેવાય ) બધી જ પાર્ટીઓનો નેતાઓ ખોટા ખોટા વચનો આપે છે પણ પુરા કરવામા નિષ્ફળ રહે છે. પણ બસપા કહે છે સંવિધાનનું પાલન એજ અમારો મુખ્ય એજેન્ડા, તો ભારતમાં સૌથી વધારે જરુરી હોય તો એ સંવિધાનનુ પાલન થાય એજ છે. તો એક ચાન્સ બસપાને કેમ ન આપવો જોઈએ?

#એડજસ્ટમેન્ટ – રાજકરણમાં હોય ત્યારે રાજનીતિ કરવી જ પડે, આપણાને વિરોધ ત્યારે હોવો જોઈએ જ્યારે એમના રાજકરણના કારણે પ્રજાને કોઈ નુક્શાન હોય. બાકી રાજકરણમાં બધી રાજનીતિ જાયાદ છે.

PS – બસપાએ બધાં જ સમાજ, ધર્મ અને જાતિના લોકોને લઈને જ આગળ વધવું પડે તોજ સંવિધાન લાગુ કરવાની વાત માની શકાય, કારણ કે સંવિધાનમાં બિનસામપ્રદાયિક શબ્દ છે.

© નેલ્સન પરમાર
nelsonmit12@gmail.com

Leave a Reply

%d bloggers like this: