પોઝિટિવ વિચારસરણી સમસ્યાઓનું સમાધાન કરે છે. : અભિનેત્રી નિલમ પ્રજાપતિ

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર ( ગાંધીનગર ) : ઢોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનાં અભિનયનો જાદુ બતાવી ચૂકેલી ગાંધીનગરની અભિનેત્રી નિલમ પ્રજાપતિ એ મહેનત અને લગનથી પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. આજે ગુજરાતમાં તેમનું નામ ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.

સોશિયલ મિડિયાની લાઈફમાં અભિનેત્રી નિલમ પ્રજાપતિ જણાવે છે કે, દરેક વસ્તુ નાં ૨ પાસાં હોય છે – પોઝિટિવ અને નેગેટિવ. અહીં એજ પ્રશ્નો ઉભા થાય છે તેને તમારી લાઈફમાં કેટલી દખલ છે. જુઓ સોશિયલ મિડિયા પર એડિક્ટ થઈ ગયાં છો તો નક્કી તમે ડિપ્રેશન નો શિકાર થઈ શકો છો. કારણ કે, લાઈફ અને અનલાઈફ એવાં શબ્દો છે કે, જેને લોકો ધીરે-ધીરે ગંભીરતાથી લેવા લાગે છે. આમ તો આજે સોશિયલ મિડિયા વિના વ્યક્તિત્વની કલ્પના પણ ન કરી શકાય. પરંતુ એ તમારાં હાથમાં છે કે, તમે શું પસંદ કરો છો. હાલનાં યંગ જનરેશનને સંદેશો આપતાં અભિનેત્રી નિલમ પ્રજાપતિ જણાવે છે કે… કરિયર કોન્ફિડન્સ જરૂર બનો, પરંતુ એટલાં પણ નહીં કે વર્ક નું પ્રેશર તમારાં દિમાગ પર હેવી થવા લાગે અને તમે ડિપ્રેશન નો શિકાર થઈ જાવ.
અભિનેત્રી નિલમ પ્રજાપતિ એજ કહેવા માંગે છે કે, જુઓ ડિપ્રેશન નો શિકાર થઈ રહ્યાં છો તો સૌપ્રથમ તમારી આસપાસ નાં લોકોને જણાવો કે તમે શું અનુભવી રહ્યાં છો. પરિવાર સાથે તમારી સમસ્યાઓ વિશે ચર્ચા કરો. છેલ્લે નિલમ પ્રજાપતિ જણાવતાં કહે છે કે, “સૌથી મોટી વાત એ છે કે, હંમેશાં પોઝિટિવ વિચારસરણી રાખો. નેગેટિવ વિચારોને મનમાં સ્થાન ન આપો. પોઝિટિવ વિચારસરણી સમસ્યાઓનું સમાધાન કરે છે.”

ફોટો ગેલેરી : 

Leave a Reply

%d bloggers like this: