પોલીસ સ્ટેશનમાં શાકભાજી વેચતાં યુવકનું મોત, રસ્તા પર ભીડ, લોકોમાં આક્રોશ

ઉત્તરપ્રદેશની યોગી પોલીસનો એક એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુપી પોલીસ પર ગંભીર આરોપો લાગ્યા છે. કરોના કર્ફ્યું ના સમયે, શાકભાજી વેચી રહેલાં યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ ગંભીર રીતે મારા મારવાથી યુવકનું મૃત્યુ થયું છે એવો આરોપ પોલીસ પર લાગેલો છે. યુવકના મોત પછી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મુત્યુ પામનાર યુવક ૧૮ વર્ષનો છે જેનુ નામ ફેજલ છે. કોરોના કર્ફ્યૂ સમય આ યુવક શાકભાજી વેચતો હતો અને એટલામાં પોલીસ વાળાએ આવી એને ઢોર માર માર્યો અનૈ પછી પોલીસ સ્ટેશન લઈ ગયાં. પોલીસ સ્ટેશન ગયા પછી યુવકનું કથિતપણે મોત થઈ ગયું હતું. એટલે ખાખી પર ફરી એકવાર ઉત્તરપ્રદેશમાં દાગ લાગ્યો છે. ઉન્નાવમાં પોલીસે શાકભાજી વેચનારના મોતનો આરોપ લગાવ્યો છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ પોલીસ માર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. પરીવારજનોએ આરોપ મૂકયો છે કે, બજારમાં માર માર્યો હતો અંને પછી પોલીસ સ્ટેશન લઈ જઈ પણ માર માર્યો હતો અને પછી બેભાન થઈ ગયો અને મોત થયું. આમ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ગુજરાતના આ IAS અધિકારીએ ટ્વિટર પર ફેક વીડિયો મૂકયો. અંતે અફસોસ વ્યક્ત કર્યો

યુવકના મોતના સમાચાર જેવા મળ્યાં, યુવકના પરીવારે બહાર હંગામો મચાવી દીધો હતો. અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. અને પોલીસ વિરુદ્ધ નારાબાજી કરી હતી. આ જોતાં આજુબાજુ ના પોલીસ સ્ટેશન માંથી પોલીસ બોલાવી ભીડ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરીવારજનોએ મૃતકના સબને રોડ પર મૂકી એક કરોડની માગણી કરી હતી. જ્યારે પોલીસ તરફથી નિવેદન આવ્યું છે કે લોકોડાઉનનુ ઉલ્લંઘન કરવા બદલ યુવકને પોલીસ સ્ટેશન લાવ્યાં હતાં. તે બાદ યુવકની તબિયત બગાડતાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. સારવાર દરમિયાન મોત ‌થયુ હતું. આ સંબંધે અને જરુરી કાર્યવાહી ચાલુ કરી દીધી જવાબદાર સામે કાર્યવાહી કરશે.

માહિતી – https://www.timesnowhindi.com/india/article/vegetable-vendor-dies-after-allegedly-beaten-up-by-cops-in-unnao-murder-case-filed/347543

Leave a Reply

%d bloggers like this: