પીએમ મોદીની ટીકા કરતુ પોસ્ટર પ્રોફાઈલ બનાવી રાહુલ ગાંધીએ કહ્યુ કે, મારી પણ ધરપકડ કરો. પ્રિયંકા ગાંધીએ પણ

દિલ્હી – પીએમ મોદીની ટીકા કરતા જે પોસ્ટરને લઈને દિલ્હીમાં કેટલાક લોકોની ધરપકડ કરવામા આવી છે તે પોસ્ટર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ શેર કર્યુ છે. રાહુલ ગાંધીએ પોલીસને પડકાર ફેંકયો છે કે, મારી પણ ધરપકડ કરવામાં આવે.જ્યારે પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની પ્રોફાઈલમાં આ પોસ્ટર મુકી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસી પીએમ મોદીની ટીકા કરતા પોસ્ટર લગાવવા બદલ 25 લોકો સામે એફઆઈઆર નોંધી છે અને 25 લોકોની ધરપકડ કરી છે.આ પોસ્ટર દિલ્હીમાં વિવિધ સ્થળોએ લગાડવામાં આવ્યા હતા.જેમાં લખવામાં આવ્યુ હતુ કે, મોદીજી અમારા બાળકો માટેની વેક્સીન તમે વિદેશ કેમ મોકલી દીધી?

રાહુલ ગાંધીએ આ જ પોસ્ટર ફરી શેર કર્યુ છે.ઉલ્લેખનીય છે કે, 12મેના રોજ પોસ્ટર લગાડાયા હોવાની સૂચના મળ્યા બાદ બોલીસ એક્શનમાં આવી હતી અને તરત કાર્યવાહી શરુ કરી દીધી છે.તમામ પોસ્ટરો એક દિવસમાં હટાવી દેવાયા હતા.જેમને પોલીસે પકડયા છે તેમાંથી એક તો 19 વર્ષનો યુવક છે , એક 30 વર્ષનો ઓટો ડ્રાઈવર છે અને 61 વર્ષનો એક શ્રમજીવી સામેલ છે.

પોલીસે કહ્યુ હતુ કે, એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે અને તેણે દાવો કર્યો છે કે, મને ત્રણ પોસ્ટર લગાડવા માટે 500 રુપિયા આપવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે કોંગ્રેસના ઘણાં નેતાઓ ટ્વીટ કરી આ પોસ્ટર શેર કરી જણાવ્યું છે કે, એમની ધરપકડ કરવામાં આવે

Leave a Reply

%d bloggers like this: