લાગે બંગાળની ચુંટણીમાંથી થોડા ફ્રી થઈ કાલે સાહેબે સંબોધન કર્યું. ચાલો થોડા સવાલ થઈ જાય સામે

આપણા‌ માનનીય પ્રધાનમંત્રી બંગાળની ચુંટણીમાંથી થોડો સમય લઈને સંબધોન કર્યું તમે સાંભળ્યું કે, નહીં? ભારતમાં કોરોના વાઇરસનો રાફડો ફાટયો હોય તેમ દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશને સંબોધન કર્યું હતું. મોદીએ રાત્રે 8:45 વાગ્યે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર તૂફાન બનીને સામે આવી છે. જે પીડા દેશના લોકો સહન કરી રહ્યા છે તેનો મને અહેસાસ છે. ( ખરેરખ અહેસાસ હોત તો ચુંટણીમાં લાખોની ભીડ ન કરતાં હોત. ) આપણે હૌસલા અને તૈયારીઓ સાથે આ જંગ પણ જીતી જઇશું. સાથે મોદીએ એમ પણ કહ્યું કે લોકડાઉન અંતિમ વિકલ્પ છે.

PM – પલાયન કરનારા મજૂરોને પીએમ મોદીની અપીલ, જે જ્યાં છે ત્યાં જ રહે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર તેમનામાં વિશ્વાસ બનાવી રાખે. તેની સાથે જ પીએમ મોદીએ શ્રમિકોને કહ્યું કે, તેમને ત્યાં જ વેક્સીન લાગશે.

¶ નેલ્સન – મંજૂરો જ્યાં છે ત્યાંજ રહેશે પણ કોઈ યોગ્ય વ્યવસ્થા કરી છે? મંજુરો ને વેક્સિન કરતાં વધારે જરુર તો રોજગારીની છે. વેકસીન નહીં લે તો એક સમયે જીવ બચી પણ જશે. પણ બેરોજગારીમાં તો મરી જશે. અને આ તમારા રાત્રી કર્ફ્યૂ ના બેજવાબદાર નિયમોના લીધે કેટલાંય મંજુરો બેરોજગાર થઈ ગયાં છે એની ચિંતા કરો ને.

PM – આપણી પાસે મજબૂત ફાર્મા સેક્ટર – PM મોદીએ કહ્યું – આપણી પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે. તેમણે કહ્યું કે, 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે.

¶ નેલ્સન – હા, આપણી પાસે મજબૂત જ છે બધું પણ તમારાં ઇશારા પ્રમાણે તો એમને કામ કરવું પડે છે. મહારાષ્ટ્ના મંત્રીએ આરોપ લગાવ્યા કે તમે કંપનીઓ ને ધમકી આપો છો કે, મહારાષ્ટ્રને જો મદદ કરશે તો તમે લાઈસન્સ કેન્સલ કરી દેશો? એટલે તમારાં માટે લોકોના મોત કરતાં વધારે સતા ‌જ છે ને?

PM – પીએમ મોદીએ કહ્યું- કોરોનાને કારણે જે પડકારો સામે આવ્યા છે તેનો સાથે મળીને સામનો કરવો પડશે. તેણે કહ્યું કે પડકાર ખૂબ મોટો છે અને તેનો હિમ્મતથી સામનો કરવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે ઓક્સિજનની ઘણી માંગ વધી રહી છે. ઓક્સિજનનો પુરવઠો વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ ફાર્માસ્યુટિકલ કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે.

¶ નેલ્સન – હા, બધાં જ એક થી ને લડી જ રહ્યાં છે એક તમે જ નફ્ફટ થઈને બંગાળની ચુંટણીમાં બીઝી છો. એકબાજુ દેશમાં લોકો મરી રહ્યા છે અને બીજીબાજુ તમે લાખોની ભીડ ભેગી કરી ફક્ત ને ફક્ત હતા માટે રઘવાયા થયા છે. દો ગજ કી દુરી ની વાતો કરી પોતે ભીડ કરતાં જરાય શરમ ન આવી??

PM – વડાપ્રધાન મોદીએ કહ્યું- કેટલાક અઠવાડિયા પહેલા સ્થિતિ કાબુમાં હતી તેના બાદ ફરી આ કોરોનાની બીજી લહેર વાવાઝોડુ બનીને આવી. કોરોનાની પ્રથમ લહેરમાં અનેક કોરોના વોયિરર્સને જીવ ગુમાવ્યા. બીજી લહેરમાં પણ કોરોના વોયિરર્સ બીજાના જીવ બચાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યાં છે.

¶ નેલ્સન – હા, તે ચુંટણીઓ કરવી જરુરી હતી એટલે એમ જ થાયને. અને આ તમે નેતાઓ એ બંગાળમાં જે નાટકો કર્યાં છે. ભીડ ભેગી કરી છે એના પરીણામ ભોગવવાંના જ છે આ દેશને.

PM – મોદીએ લોકડાઉને લઈને રાજ્ય સરકારોને કહ્યું કે, લોકડાઉનનો વિકલ્પ સૌથી છેલ્લે રાખવામાં આવે. એટલે કે એકદમ ખરાબ સ્થિતિ આવે ત્યારે જ લોકડાઉન વિકલ્પને અપનાવવામાં આવે. મોદીએ કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા પર ભાર મુક્યો છે.

¶ નેલ્સન – હા. હજુ તો સ્થિતિ બરાબર છે. લાખ બે લાખ લોકોને મરવા દો પછી કંઈક વિચારજો. હજૂ તો કશું જ ન કહેવાય.

PS – હજૂ બંગાળમાં બીજી હશો, પહેલાં એ પતાવી દો પછી સંબોધન કરજો.

Leave a Reply

%d bloggers like this: