PM વિરુદ્ધ ટિપ્પણી કરનારા ‘આપ’ના કાર્યકરની ધરપકડ

કોરોનાની મહામારીમાં દેશના વડાપ્રધાનની વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સિવિલ કોન્ટ્રાકટર સંજય ઉર્ફે સંજયતોરી લાલજી ડાંગર (40)(રહે,પ્રમુખ પાર્ક સોસા, કેનાલ રોડ, પુણા, મૂળ રહે. અમરેલી)ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સરકાર સોશિયલ મીડિયા પર આજકાલ ચાંપતી નજર રાખી રહી છે. ક્યાંક કોઈ આપત્તિજનક પોસ્ટ શેર કરે, તે સાથે તેને ધ્યાનમાં લઈને તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલા કોન્ટ્રાકટરે કોરોનાની મહામારીમાં પ્રશ્વિમ બંગાળના મુખ્યમંત્રીનો ફોટો મુકી કોઈપણ જાતના આધાર પુરાવા વગર સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી. એટલું જ નહિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂધ્ધમાં પણ ટીપ્પણી કરી હતી. જેના કારણે સાયબર ક્રાઇમે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ અંગે વધુમાં સાયબર ક્રાઇમના સ્ટાફે જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટર સંજય ડાંગર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. પોલીસ સમક્ષ કોન્ટ્રાક્ટર સંજય ડાંગરે કહ્યું કે, તેણે આ પોસ્ટ બીજામાંથી ફોરવર્ડ કરી હતી. બાકી તેણે આવુ કશું બનાવ્યું ન હોવાનું પોલીસ સામે રટણ કર્યુ છે. જેથી આ મામલે સાયબર ક્રાઈમે તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ પણ વાંચો – વાહ….વાહ….! કોરોના એક પ્રાણી, તેને પણ જીવવાનો અધિકાર’- પૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવત

આ પોસ્ટને સ્થાનિક સાઈબર ક્રાઈમ પોલીસે ધ્યાનમાં લઈને PSI જેબી આહિરે સબંધિત પોસ્ટ કરનાર શખ્સની શોધખોલ કરીને તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ આપના કાર્યકર્તાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

%d bloggers like this: