લો બોલો….! પીએમ કેર ફંડથી ફરિદકોટ મોકલવામાં આવેલા 80માં 71 વેન્ટિલેટર્સ ખરાબ નીકળ્યાં

પંજાબ – કોરોના સમયમાં ગયા વર્ષે હોંશેહોંશે લોકો પાસે પૈસા ઉઘરાવ્યા છે પણ જ્યારે એનો હિસાબ આપવાનો સમય આવે ત્યારે આ સરકાર છટકી જાય છે. આ વખતે તો. હવે પીએમ કેર ફંડમાંથી મંગાવવામાં આવેલા વેન્ટીલેટર્સની ગુણવત્તા પર સવાલ ઉઠવા લાગ્યાં છે. ગત વર્ષે પીએમ કેર ફંડ અંતર્ગત પંજાબમાં આપવામાં આવેલા વૅન્ટિલેટર્સનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો. જેની પાછળ વેન્ટીલેટર્સની ખરાબ ગુણવત્તાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે, આ વેન્ટિલેટર્સ થોડી વાર ચાલ્યા બાદ આપમેળે જ બંધ થઈ જઈ રહ્યાં છે. જાણવા મળ્યા મુજબ ભારત સરકારે ગત વર્ષે 25 કરોડના ખર્ચે મોકલેલા 250 વેન્ટિલેટર પૈકીના કેટલાક હજુ પણ સ્વાસ્થ્ય વિભાગના સ્ટોરમાં પડ્યા છે. તે પૈકીના કેટલાક મશીન વાપરવાના શરૂ કરવામાં આવ્યા તેમાં પણ મુશ્કેલી પડવા લાગી. આ સાથે જ પંજાબમાં વેન્ટિલેટર સંચાલિત કરનારા ટેક્નિશિયનની પણ તંગી છે.

વધુ માહિતી જોઈએ તો, ફરીદકોટની ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલા 80માંથી 71 વૅન્ટેલેટર્સ ખરાબ છે. આ વેન્ટીલેટર્સ AgVa Healthcare દ્વારા પીએમ કેર ફંડ અંતર્ગત પૂરા પાડવામાં આવ્યા હતા. મેડિકલ કૉલેજના ડૉક્ટરોનું કહેવું છે કે, આ વેન્ટિલેટર્સની ગુણવત્તા ખરાબ છે અને ઉપયોગ દરમિયાન એક કે બે કલાકની અંદર જ બંધ થઈ રહ્યાં છે. એનેસ્થેસિસ્ટ્સનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા આ વેન્ટિલેટર્સની ગુણવત્તા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી, કારણ કે જ્યારે આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અચાનક તે કામ કરવાનું બંધ કરી રહ્યાં છે.

એક ડૉક્ટરનું કહેવું છે કે, આ વેન્ટિલેટર્સની ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની છે. આ મશીનો બંધ થઈ રહ્યાં છે. આથી અમે દર્દીઓના જીવ જોખમમાં ના મૂકી શકીએ. મેડિકલ કૉલેજના અધિકારીઓએ જણાવ્યું કે, ફરિદકોટ મેડિકલ કૉલેજમાં 39 વેન્ટિલેટર હતા. જેમાંથી 32 કાર્યરત હતા. હોસ્પિટલમાં 300થી વધુ કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ વૅન્ટિલેટર્સની કમીના કારણે મોટી મુશ્કેલી ઉભી થઈ હતી. પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને ખરાબ વેન્ટિલેટર્સના રિપેરિંગ માટે એન્જિનિયરો અને ટેક્નિશિયનોને કામ પર રાખવાની મંજૂરી આપી દીધી છે. તેઓ આજે ફરિદકોટ પહોંચી શકે છે. રાજ્ય સરકારે મેડિકલ કૉલેજને આશ્વાસન આપ્યું છે કે, પ્રાથમિક્તાના ધોરણે હોસ્પિટલને 10 નવા વેન્ટિલેટર્સ આપવામાં આવશે. PM કેર ફંડ્સ અંતર્ગત મંગાવવામાં આવેલા વેન્ટિલેટર્સની ગુણવત્તાને લઈને સવાલો થવા લાગ્યા છે. ગત વર્ષે પીએમ કેર ફંડ્સ અંતર્ગત પંજાબમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સનો મોટો જથ્થો ઉપયોગમાં નથી લેવાઈ રહ્યો. આના પાછળ વેન્ટિલેટર્સની ખરાબ ગુણવત્તાનું કારણ આપવામાં આવી રહ્યું છે. આ વેન્ટિલેટર્સ થોડો સમય કામ આપ્યા બાદ બંધ થઈ જાય છે તેવું કહેવામાં આવે છે.

Leave a Reply

%d bloggers like this: