આપનું રક્તદાન કોઈ માટે જીવનદાન છે, પ્લાઝમા ડોનેટ કરવાં વિનંતી

રક્પ્રતદાન – પ્રતિ સેકન્ડ અંદાજીત દર 10 માંથી 8 વ્યકિત કોવિડ પોઝીટિવ આવે છે એ જ રીતે ઘણા પેશન્ટ નેગેટિવ પણ થાય છે. આ નેગેટિવ પેશન્ટ ના બ્લડ પ્લાઝમા નો ઉપયોગ બીજા ક્રિટિકલ પેશન્ટ ની જીંદગી બચાવવા માટે થઈ રહ્યો છે. બ્લડ બનાવવાની કોઈ ફેક્ટરી નથી આ વાત ને સુપેરે સમજીને પોતાના સગા-સંબંધનથથા સ્નેહી-મિત્રો ને કન્વિન્સ કરાવી બ્લડ/પ્લાઝમા(CPP) ડોનેટ કરાવા પ્રેરિત કરશો.! જેના કારણે એક ડોનર ની મદદથી 2 થી 4 લોકોના જીવન બચી શકે છે. ( રક્તદાન કરવા વિનંતી )

અત્યારે માણસ, માણસ થી દૂર ભાગી માણસ ની જ મદદ માંગે છે, તો મદદ પૂરી કરવા નો આગ્રહ કરાવતા પ્રેરો જેથી જીવ બચાવી શકાય, જેમની ઉંમર 45 વર્ષ કે એ થી ઉપર હોય અને કોવિડ પોઝિટિવમાં થી રિક્વર થયે ઓછામાં ઓછો 15 દિવસ થી 1 મહિનો વીત્યો હોય તેવા ડોનર મિત્રો, બ્લડ/પ્લાઝમા ડોનેટ ( રકતદાન ) કરાવ્યા પછી જ પોતાનું વેકસીનેશન કરાવવાનો આગ્રહ રાખશો. નાના પગલા મોટુ યોગદાન આપનું રક્તદાન કોઈ માટે જીવનદાન છે.🩸

જેને એકવખત કોરોના થઇ જાય છે અને બાદમાં સ્વસ્થ થઇ જાય છે તો તેમના શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. આ એન્ટીબોડી તેને ઠીક કરવામાં મદદ કરે છે. એવો વ્યક્તિ રક્તદાન કરે છે. તેમના લોહીમાંથી પ્લાઝ્મા કાઢવામાં આવે છે અને પ્લાઝ્મામાં આવેલા એન્ટીબોડી જ્યારે કોઇ અન્ય દર્દીના શરીરમાં નાખવામાં આવે છે તો બીમાર દર્દીમાં આ એન્ટીબોડી પહોંચી જાય છે અને જેને સ્વસ્થ થવામાં મદદ મળે છે. એક વ્યક્તિમાંથી કાઢેલા પ્લાઝ્માની મદદથી બે લોકોની સારવાર સંભવ થાય છે. કોરોના નેગેટિવ આવ્યાના બે સપ્તાહ બાદ તે પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે.

Plasma donetion

બનો માનવતાના વોરિયર્સ બનો પ્લાઝમા દાતા, બનો જીવનદાતા

સોશીયલ આર્મી ગ્રુપ દ્વારા દરેક કોરોના વોરિયર્સ ને પ્લાઝમા દાન કરવા માટે ડિજિટલ જાગૃતિ અભિયાન આપણે સૌ જાણીએ છીએ એ મુજબ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના જેવો માનવભક્ષી વાયરસ સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઘણા લોકોએ કોરોના ને હરાવીને બતાવ્યો છે, માટે હાલમાં કોરોના નું જોર યથાવત છે જે લોકો હાલમાં કોરોનાની સાથે લડાઈ લડી રહ્યા છે એવા દરેક લોકોને પ્લાઝમા દાન માટે હાલાકી પડી રહી છે માટે દરેક કોરોના વોરિયર્સ જેમને કોરોના ને હરાવ્યો છે એ લોકોને પ્લાઝમા દાન કરવા માટે વિનંતી કરીએ છીએ. આપ કોરોના વોરિયર્સ જે છેલ્લા 45 દિવસમાં કોરોનાને હરાવી ચૂક્યા હોય e લોકો નીચે જણાવેલા નંબર પર મેસેજ પોતાનું નામ, નંબર તથા બ્લડ ગ્રુપ જણાવી શકો છો.. અન્ય કોઈ કોરોના દર્દીને પ્લાઝમા ની જરૂર જણાશે ત્યારે આપને પ્લાઝમા દાન કરવા માટે જણાવવામાં આવશે.
9067665653
9067676791
9376551106

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *