મેડિકલ ઓક્સિજનની સપ્લાઈને લઈને રાજ્યોને પોતાની માંગ પર નિયંત્રણ રાખવો જોઈએ – પીયુષ ગોયેલે

કોરોનાના વધતા કેસો વચ્ચે અનેક રાજ્યો ઓક્સિજનની અછત સામે ઝઝૂમી રહ્યાં છે. અને કેન્દ્ર સરકાર પાસે આશા રાખે છે. તો બીજી તરફ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, મેડિકલ ઓક્સિજનની સપ્લાઈને લઈને રાજ્યોને પોતાની માંગ પર નિયંત્રણ રાખવો જોઈએ. સાથે જ તેમને કહ્યું કે, કોરોનાને કંટ્રોલ કરવાની જવાબદારી રાજ્યોની છે. બીજી તરફ મહારાષ્ટ્ર એ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર કંપનીઓને ધમકી આપે છે લાયસન્સ કેનસલ કરવાનું એટલે કંપનીઓ પણ આપતી નથી.

પણ આ હવે કેન્દ્રમાં બેસેલા લોકોએ પોતાનો બચાવ કરવા માટે નાટક ચાલું કરી દીધા છે. એમ કહી શકાય. મંત્રી પીયૂષ ગોયલ તરફથી આપવામાં આવ્યું છે, ધીમે-ધીમે અનેક નિવેદનો સામે આવી શકે છે. અને જવાબદારીનો દોષ બધો રાજ્ય સરકાર ઉપર નાંખી દેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઉદ્યોગોને ઓક્સિજનની સપ્લાઈ બંધ કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હોસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમને કહ્યું કે, મેડિકલ ઓક્સિજનની સપ્લાઈને લઈને રાજ્યોને પોતાની માંગો પર નિયંત્રણ રાખવો જોઈએ. કેમ કે, ડિમાન્ડની સાથે-સાથે મેનેજમેન્ટ મહત્વપૂર્ણ છે. જોકે, અહીં તે નોંધવું જરૂરી છે કે, કોરોનાના દર્દીઓની સંખ્યા પ્રતિદિવસ વધી રહી હોય તેવા સંજોગોમાં હોસ્પિટલો ઓક્જિસનની ખપત ઉપર કેવી રીતે અંકુશ રાખી શકે તે મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તો બીજો પ્રશ્ન તે છે કે, શું દેશના વડાપ્રધાનની કોરોના મહામારીને રોકવા પાછળ કોઈ જવાબદારી જ નથી. બધી જવાબદારી રાજ્યો પર નાંખવી કેટલી યોગ્ય? કે પછી જાણી જોઇને અમુક રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એ ચર્ચા પણ થઈ રહી છે.

પીયુષ ગોયલના નિવેદન પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વિટ કરીને કહ્યું કે, રાજ્ય સરકારોને ઓક્સિજન હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ માટે જોઈએ છે, પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *