આરોગ્ય સેવાઓ બાબતે ૨૬ એપ્રિલના રોજ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજી

માનદ ગુજરાત હાઈકોર્ટે.

વિષય – આરોગ્ય સેવા બાબતે જાહેરહીતની અરજી દાખલ કરવા વિનંતી.

જય હિંદ, માનનીય નામદાર ગુજરાત હાઈકોર્ટ, દેશમાં ચાલી રહેલી Covid -19 ની મહામારીને કારણે આરોગ્ય સેવાઓમાં નાગરીકોને પડતી મુશ્કેલીઓનુ યોગ્ય સમાધાન કરવા વિનંતી. નામદાર સુપ્રીમ કોર્ટેના કેસમાં આદેશ મુજબ આરોગ્ય સેવાઓને મૌલિક અધિકાર તરીકે ગણાવામાં આવી છે. અને હાલ કોવીડ-૧૯ની મહામારીમાં નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. ( રાઈટ ટુ હેલ્થ મૌલિક અધિકાર ) સસ્તી સારવારની વ્યવસ્થા કરવી એ સરકારની જવાબદારી છે. પણ હાલનાં સમયમાં ગુજરાતના નાગરીકોને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં ગુજરાત સરકાર નિષ્ફળ થઈ રહી છે. અને આરોગ્ય સેવાઓથી વંચિત રાખવામાં આવે છે. જે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. કેટલીટ સરાકરી / પ્રાઈવેટ હોસ્પિટલોમાં સરકારની આરોગ્ય સેવા ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી જે હોસ્પિટલ પહોંચે એને જ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે છે. બીજી બાજુ ૧૦૮ ને ફોન કર્યા પછી પણ ૨૪ કલાક નિકળી ગયા પછી પણ ૧૦૮ પહોંચી શકતી નથી. આવા સમયે હોસ્પિટલ પહોંચવા માટે સરકારે નવી સરકારી / પ્રાઈવેટ એમ્બ્યુલન્સની સંખ્યા વધારવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો પ્રાઇવેટ વાહનોમાં આવતાં નાગરીકોને પણ સમયસર સારવાર આપવી જોઈએ. પણ સારવાર લેવાના મૌલિક અધિકારથી વંચિત ન જ રાખવામાં આવે એવી વ્યવસ્થા ઉભી કરવા વિનંતી છે. સારવાર ઈનકાર કરી દેવો કે આરોગ્ય સેવા ન આપવી જેનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો જવાબદાર અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવી જોઈએ. આપ નામદાર ગુજરાત હાઈકોર્ટેને અમારી નમ્ર અપીલ છે કે, આપ આ બાબતે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરી નાગરીકોના મૌલિક અધિકારોનું રક્ષણ કરવા વિનંતી.

આવા સમયે સરકારી / પ્રાઈવેટ એમ્બ્યુલન્સની સંખ્યા વધારવામાં આવે અથવા તો પ્રાઈવેટ વાહનોમાં આવતાં બધા જ દર્દીઓ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, આરોગ્ય સેવાઓ મેળવવી એ દરેક નાગરિકનો મૌલિક અધિકાર છે જેને કોઈ નિયમોને આધારે વંચિત રાખી જીવ ન હણી શકાય; પોતાના પ્રાઈવેટ સાધનો કે ચાલતાં આવતાં લોકોને પણ સારવાર આપવાની વાત જ માન્ય હોવી જોઈએ, મહામારીમાં આરોગ્ય સેવાઓથી વંચિત રાખવા એ નૈતિકતાની દ્રષ્ટીએ પણ યોગ્ય નથી અને મૌલિક અધિકારોનું પણ ઉલ્લંઘન છે.

સામન્ય નાગરિકને આરોગ્ય સેવા મેળવવાં માટે ઘણી તકલીફો સહન કરવી પડે છે તો‌ બીજી બાજુ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભઈ પટેલ ને આવી કોઈ તકલીફ વગર તાત્કાલિક સારવાર મળી ગઈ. રીપોર્ટ બની ગયા, સારવાર મળી ગઈ, તો સામાન્ય જનતાનો શું દોષ કે એમને ૧૦૮માં લઈ જવા એવા કારણોસર આરોગ્ય સેવાઓથી વંચિત રાખવામાં આવે છે. મૌલિક અધિકારો પર સામન્ય માણસ હોય કે નેતા હોય બધાનો સમાન જ અધિકાર છે છતાં અન્યાય સહન કરવાનું સામન્ય જનતાને જ થાય છે. બધાને આરોગ્ય સેવા મળી રહે એના માટે ધાર્મિક, સામજિક સંસ્થાઓનો સહયોગ લઈને પણ આરોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી વિનંતી છે.

જાણીતી ગુજરાતી વેબસાઇટ ( zeenews.India.com ) ના ૨૫ એપ્રીલ ૨૦૨૧ ના આંકડા મુજબ રાજ્યમાં હાલ 32119 લોકો હોમ કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 3565 લોકો સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. 246 લોકો પ્રાઈવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. આમ કુલ કોરોન્ટાઈન લોકોની સંખ્યા 36,730 છે. જો આ લોકોને ઈમરજન્સી સારવારની જરૂરીયાત ઉભી થશે તો સરકાર પાસે એની ચોક્કસ વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે. ૧૦૮નું કારણ આપી આરોગ્ય સેવાઓથી વંચિત રાખવામાં ન આવે એવી વિનંતી.

મોટા શહેરો બાદ હવે ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે આવા સમયે દરેક જીલ્લામાં નાનાં ગામડાંઓમાં એમ્બ્યુલન્સની સેવા ઘણાં સમયથી પછી પહોંચી શકે છે કેટલાક અંતરિયાળ ગામોમાં ૧૦૮ સેવા સમયસર પહોંચી પણ શકતી નથી એવામાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જરુર પડે, સરકારી બસોનો ઉપયોગ પણ એમ્બ્યુલન્સ તરીકે કરી સારવાર સેવાઓ પુરી પાડવી જોઈએ, પણ જો ૧૦૮ વગર દર્દીને સારવારથી વંચિત જ રાખવામાં આવશે તો ગામડાના લોકો પાસે મરવા સિવાય કોઈ રસ્તો જ ન રહે. ખરેખર આ ગંભીર બાબત છે અને તાત્કાલિક આ બાબતનો નિકાલ લાવવો જ જોઈએ, જરુર પડે તો આવી સરકારી / પ્રાઈવેટ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી પણ કરવી જોઈએ.

કોરોના મહામારીમાં પરીસ્થીતી ઘણી કપરી છે પણ ખાસ બાબત એ ધ્યાનમાં આવી છે કે, કોરોના સિવાય અન્ય બિમારીઓ ગૌણ ગણી સારવાર કરવામાં તકેદારી રાખવામાં આવતી નથી, તો કોરોના સિવાય અન્ય બિમારીઓ ને પણ ગંભીરતાથી લેવામાં આવે અને એની પણ સારવાર યોગ્ય પુરી પાડવામાં આવે, અને ૧૦૮ સુવિધાનો લાભ અન્ય ઈમરજન્સી બિમારીઓમાં પણ મળે એવી વ્યવસ્થા કરવી જરૂરી છે.

દર્દીઓને હોસ્પિટલમાં દાખલ ન કરવાં એ હત્યા કરવા સમાન બાબત છે જેને નજર અંદાજ ન કરી શકાય આવા અધિકારોઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, બંધારણના આર્ટીકલ ૨૧ મુજબ: જીવન જીવવાનો અને વ્યક્તિ સ્વાતંત્રનો અધિકાર: કોઈ પણ વ્યક્તિનો કાયદા મનાય રસ્તા સિવાય જીવન જીવવાનો અધિકાર છીનવી ના શકાય, કાયદો યોગ્ય હોવો જોઈએ, કાયદાની યોગ્ય પ્રક્રિયા હોવી જોઈએ, બચાવની તક આપવી જોઈએ. કાગડા કુતરા જેવું જીવન નહિ પણ ગૌરવ પૂર્ણ જીવન હોવું જોઈએ. સુરક્ષાનો અધિકાર, આરોગ્યનો અધિકાર, ખોરાકનો અધિકાર, રહેઠાણનો અધિકાર, સ્વચ્છ પાણીનો અધિકાર, સ્વચ્છ હવા અને પર્યાવરણનો અધિકાર મળે ‌છે પણ હાલ પ્રાઈવેટ સાધનો કે, ચાલતાં આવતાં લોકોની હાલત કુતરાં જેવી થઈ છે જેથી ગૌરવ પુર્ણ જીવવાના અધિકારનો પણ ભંગ થાય છે.

હાલમાં કોરોના દર્દીઓ માટે વધુ એક મુસીબતવાળો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અંતગર્ત AMC હોસ્પિટલોમાં ફક્ત અમદાવાદીઓને સારવાર મળશે. હવે અમદાવાદનું આધાર કાર્ડ હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે એવી જાણકારી મળી છે. અમદાવાદમાં સમગ્ર દેશમાંથી અને ગુજરાત અલગ અલગ જિલ્લોઓ માંથી લોકો અમદાવાદમાં વસવાટ કરે ‌છે. એવા સમયે ખાલી અમદાવાદના લોકો ને સારવાર આપી અન્ય નાગરિકો સાથે અન્યાય ન કરવાં વિનંતી કરવામાં આવે છે.

ખાસ તો એમ્બ્યુલન્સમાં ન લઈ ગયા હોય અને દાખલ ન કરાતા જેટલા મોત નિપજ્યા હોય એવા મામલાઓમાં જવાબદારી નક્કી થાય અને જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી વિનંતી કરવામાં આવે છે. માનનીય નામદાર હાઈકોર્ટે હું એક સામાન્ય નાગરિક છૂ અને મારાથી આ પરિસ્થિતિમાં જોઈ નથી શકાતી, લાચારી અનુભવી રહ્યો છું. શું કરવું એ કંઈ સુઝતું નથી, અમે સામાજીક કાર્યકર તરીકે જ્યાં પણ જરૂર હોય મદદ કરવાની કોશીશ કરીએ જ છીએ. પણ આ કેટલાંક સરકારના નિયમોને મિસમેનેજમેન્ટને કારણે અમારી સામે લોકોને રસ્તા પર મરતા જોવા એ ખૂબ જ દુ:ખદ હોય છે. જેથી કરીને આગોતરા હાઈકોર્ટેની માફી સાથે આ જાહેરહિતની અરજી કરું છું. મારો ઈરાદો કોર્ટનો સમય બગાડવાનો કે અવરોધ કરવાનો નથી. છતાં પણ જો કોર્ટને લાગતું હોય કે કોઈ ભૂલ કરી રહ્યો છું તો માફી સાથે વિનંતી કરું છુ કે આ બાબતે ‌યોગ્ય કરવામાં આવે.

~ Reference

1) – ( ૨૩ એપ્રીલ ૨૦૨૧ ) ૪ કલાક ૧૦૮ ન આવતાં રિક્ષામાં દોડયા, સારવાર ન મળતાં દર્દીએ દમ તોડયો – Sandesh – https://sandesh.com/3-hour-102-not-coming-rickshaw/

2 ) – 26 એપ્રિલ ૨૦૨૧ – ( GSTV ) -108 ફેલ/ 125 એમ્બ્યુલન્સ પણ કલાકોનું દર્દીઓ માટે વેઇટિંગ, રાહ જોઈ જોઈને થાકી રહ્યાં છે અમદાવાદીઓ – https://www.gstv.in/number-of-108-ambulances-has-been-increased-to-125-but-the-situation-is-still-very-bad-in-ahmedabad-gujarati-news/

3 ) – 23 એપ્રીલ ૨૦૨૧ – ( VTV )
અવ્યવસ્થા / AMC ક્વોટામાં બેડ જોઈએ તો 108 વિના પ્રવેશ નહીં, અમદાવાદમાં આ નિયમ લઈ રહ્યો છે લોકોના જીવ – https://www.vtvgujarati.com/news-details/corona-patient-died-outside-of-civil-hospital-of-ahmedabad

૪ ) ( ૨૬ એપ્રિલ ૨૦૨૧ – ઝી ન્યૂઝ ગુજરાતી ) AMC હોસ્પિટલોમાં અમદાવાદીઓને જ મળશે સારવાર, પુરાવારૂપે જોઇશે આધારકાર્ડ – https://www.google.com/amp/s/zeenews.india.com/gujarati/gujarat/ahmedabad-adhar-card-must-in-amc-hospital-for-treatment-150113/amp

– અરજીકર્તા

નેલ્સન એલ પરમાર
242, ખ્રિસ્તી ફળિયું, નવચેતન
ગામ – નવચેતન
તાલુકો – મહેમદાવાદ
જીલ્લો – ખેડા
પીન – ૩૮૭૩૩૫
મો. ૭૮૭૪૪૪૯૧૪૯
ઈમેઈલ – nelsonparmar1994@gmail.com

Leave a Reply

%d bloggers like this: