પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ચાર શહેરોમાં ૧૦૦ની પાર

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 8 જુલાઈ ગુરૂવારના રોજ ફરીથી પેટ્રોલ 35 પૈસા મોંઘું થઈ ગયું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.56 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. બીજી તરફ ડીઝલમાં 9 પૈસાની વૃદ્ધિ થઈ છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે. સરકાર આંતરાષ્ટ્રીય ભાવો વધવાના કારણને આગળ ધરીને પોતાના હાથ ઉંચા કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, આંતરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે. જોકે, મોદી સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. શહેરના મોટા તમામ શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે પરંતુ મોદી સરકાર ટેક્સ રૂપી મલાઈ ખાવામાં વ્યસ્ત છે.

જ્યારે પેટ્રોલ-ડીઝલની આંતરાષ્ટ્રીય સ્તરે કિંમતમાં ઘટાડો થાય છે તો મોદી સરકાર ટેક્સમાં વધારો કરી નાંખે છે. જોકે, જ્યારે પેટ્રોલ-ડીઝલના આંતરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે છે ત્યારે મોદી સરકાર પોતાના ટેક્સમાં ઘટાડો કરતી નથી. વર્તમાનમાં સામાન્ય લોકોનું જીવન અસહ્ય બની રહ્યું છે.

  • દિલ્હી- પેટ્રોલ 100.56 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
    મુંબઈ- પેટ્રોલ 106.59 રૂપિયા અને ડીઝલ 97.17 રૂપિયા પ્રતિ લીટર
    ચેન્નઈ- પેટ્રોલ 101.36 રૂપિયા અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લીટર
    કોલકાતા- પેટ્રોલ 100.54 રૂપિયા અને ડીઝલ 92.53 રૂપિયા પ્રતિ લીટર

Leave a Reply

%d bloggers like this: