લોકો ભ્રમમાં રહે છે કે ગુજરાતનું સંચાલન મુખ્યમંત્રી જ કરે છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : સત્તાપક્ષે ગુજરાતના નવા મુખ્યમંત્રી પસંદ કર્યા છે; તેમણે 12 સપ્ટેમ્બર 2021ના રોજ ધડાકો કર્યા કે ‘પેટ્રોલ-ડીઝલ જીવન જરુરી વસ્તુમાં ન આવે !’ મદારી પણ સમજે છે કે પેટ્રોલ-ડીઝલની કિંમત વધે તો મોંઘવારી પણ વધે ! ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય તો જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ પણ વધે ! સત્તાપક્ષની માનસિકતા વિચિત્ર છે; તેમને ગૌમૂત્ર અતિ જીવન જરુરી વસ્તુ લાગે છે ! ‘હિન્દુત્વ’નો નશો જ એવો છે કે વાસ્તવિકતા સાથેનો સંબંધ રહેતો નથી !

સત્તાપક્ષ, મુખ્યમંત્રી ગમે તેને બનાવે; કંઈ ફેર પડવાનો નથી ! લોકોની હાલત વધુ ખરાબ થવાની છે ! મોગલ શાસન વખતે દિલ્હીથી સૂબાની નિમણૂંક થતી હતી; પરંતુ સૂબા પાસે ઘણી સત્તા રહેતી હતી. ગુજરાતના મુખ્યમંત્રીએ કોઈ નિર્ણય લેવાનો નથી; બધું દિલ્હી પૂછીને કરવાનું છે. કલેક્ટર/SP/સચિવો/પોલીસ કમિશ્નર/મ્યુનિસિપલ કમિશ્નર/રેન્જ IGP/DGP/મુખ્ય સચિવ/મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર વગેરેની નિમણૂંક માટે દિલ્હીથી હુકમ લેવાનો હોય તે મુખ્યમંત્રી લોકોની સેવા કઈ રીતે કરી શકે? દિલ્હીથી તડિપારની સૂચના મળે પછી જ CMએ કામ કરવાનું હોય તો ચાડિયો મૂકો તો પણ ચાલે ! આને લોકશાહી કહેશો? કે કંપનીશાહી?

Ex cm

ગુજરાત રાજ્યનો વહિવટ મુખ્યમંત્રી કરે છે; તે એક વહેમ છે. CM ના મુખ્ય સલાહકાર કૈલાસનાથ દિલ્હીની સૂચનાનુસાર ગુજરાતનો વહિવટ ચલાવે છે. મુખ્યમંત્રી કરતા કૈલાસનાથ વધુ પાવરફૂલ છે; કેમકે PMને મુખ્યમંત્રી કરતા કૈલાસનાથ ઉપર વધુ વિશ્વાસ છે. ટૂંકમાં કોઈ કોર્પોરેટ કંપનીનો વહિવટ ચાલે તે રીતે ગુજરાતનું સંચાલન કૈલાસનાથ દ્વારા થાય છે. વાસ્તવિકતા એ છે કે ગુજરાતના CM પાસે કોઈ સત્તા નથી; છતાં પોતે સર્વેસર્વા છે તેવો દેખાવ કરવો પડે છે ! જાહેરખબરોમાં/હોર્ડિંગ્સમાં/ગોદી મીડિયામાં મુખ્યમંત્રીનો ચહેરો ચમકતો રહે છે; એટલે લોકો ભ્રમમાં રહે છે કે ગુજરાતનું સંચાલન મુખ્યમંત્રી જ કરે છે !rs

Leave a Reply

%d bloggers like this: