પેગાસસનો ઉપયોગ નહી કરી શકે સરકારો, ઈઝારાયલની કંપનીએ લગાવી રોક

ઇઝરાયલની સાઇબર સિક્યુરિટી ફર્મ એનએસઓએ વિશ્વભરની સરકારોના પેગાસસ સ્પાઇવેર વેચવા પર રોક લગાવી દીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત સહિત કેટલાક દેશમાં આ સ્પાઇવેરના ખોટા ઉપયોગને લઇને થયેલા વિવાદ બાદ કંપનીએ આ નિર્ણય કર્યો છે. આ સ્પાઇવેરનો ઉપયોગ કરનારા સરકારી ક્લાયન્ટને જ ઇઝરાયલની કંપની તરફથી સેવા આપવામાં આવતી હતી પરંતુ વિવાદ બાદ તેની પર રોક લગાવી દેવામાં આવી છે. એનએસઓના એક કર્મચારીએ અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયોને જણાવ્યુ કે સરકારી ક્લાયન્ટને બ્લોક કરી દેવામાં આવ્યા છે. જોકે, કંપનીના કર્મચારી તરફથી આ જાણકારી આપવામાં આવી નથી કે કઇ સરકારોને કંપનીએ આ સ્પાઇવેર વેચ્યુ છે અને કોની પર આ રોક લગાવવામાં આવી છે. કંપની તરફથી આ નિર્ણય ઇઝરાયલની ઓથોરિટી તરફથી એનએસઓના કાર્યાલય પર તપાસ માટે પહોચ્યાના એક દિવસ બાદ લગાવવામાં આવ્યો છે. ભારત સહિત કેટલાક દેશોના મીડિયા સંસ્થાઓએ એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે પેગાસસનો ઉપયોગ કરીને 50,000થી વધુ લોકોની જાસૂસી કરવામાં આવી છે. આ લોકોમાં વિપક્ષી નેતા, પત્રકાર, સુરક્ષા એજન્સીના અધિકારી સહિત કેટલાક લોકો સામેલ છે. 18 જુલાઇએ પ્રકાશિત થયેલા આ રિપોર્ટ બાદ ભારતમાં પણ વિવાદ થઇ રહ્યો છે.

આ પણ વાંચો : અંધશ્રદ્ધા : હરિપ્રસાદ સ્વામીને ધરાવાયેલ થાળની ચમચી આપોઆપ ખસી !

આટલુ જ નહી સંસદના બન્ને સદનમાં મોનસૂન સેશનમાં હંગામો ચાલુ છે. એનએસઓના કર્મચારીએ નામ ના જણાવવાની શરત પર કહ્યુ, કેટલાક ક્લાયન્ટને લઇને તપાસ ચાલી રહી છે, જેમાંથી કેટલાક ક્લાયન્ટને આપવામાં આવી રહેલી સર્વિસને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જોકે, તેમણે એમ નથી જણાવ્યુ કે ક્યા દેશોની સરકાર અને તેમની એજન્સીઓ પર રોક લગાવવામાં આવી છે. કર્મચારીએ કહ્યુ કે ઇઝરાયલી ડિફેન્સ મિનિસ્ટરે કંપની પર ક્લાયન્ટનુ નામ જાહેર કરવા પર રોક લગાવી છે. એનએસઓની આંતરિક તપાસમાં એવા કેટલાક લોકોના ફોન નંબરોને પણ ચેક કરવામાં આવ્યા છે જેમણે સંભવિત ટાર્ગેટની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

%d bloggers like this: